રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RTO ઇન્સ્પેકટરોની હડતાળ, તમામ કામગીરીઓ ખોરવાઇ

05:27 PM Feb 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કચેરીમાં કામગીરી બંધ રહેતા હજારો અરજદારોને ધકકા થતા રોષ: અધિકારીઓનો પ્રશ્ર્ન હલ નહીં થતા વિરોધ

Advertisement

રાજ્યભરમાં RTOની કામગીરી બંધ થઈ છે. આરટીઓ ઇન્સ્પેક્ટર્સ હડતાળ પર ઉતરતા આખા રાજ્યમાં આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઈને એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. તેઓએ એક દિવસની હડતાળના લીધે આજે લોગ ઇન જ ન કર્યુ હતુ. તેના લીધે આજે રાજ્યમાં આરટીઓમાં આવેલા હજારો લોકોને રીતસરનો ધરમધક્કો પડ્યો હતો.

આરટીઓ ઇન્સ્પેક્ટરોએ જણાવ્યું હતું કે તેમની લાંબા સમયથી વિવિધ પડતર માંગણીઓ છે. તેઓએ આ મુદ્દે સંલગ્ન સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી. આમ છતાં હજી સુધી તેમની માંગણીઓનો ઉકેલ આવ્યો નથી. સત્તાવાળાઓએ આ અંગે તેમને ફક્ત આશ્વાસનો જ આપ્યા છે. તેમની માંગણીઓ પૂરી કરવાની દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈપણ ઘટના બને તો આરટીઓ ઇન્સ્પેક્ટરો સામે શિસ્તભંગના તાત્કાલિક લેવાય છે, પરંતુ જયારે તેમની તકલીફની વાત આવે ત્યારે કોઈ ઊભું રહેતું નથી.

મોટર વાહન વિભાગના ટેક્નિકલ સ્ટાફના અધિકારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ મુદ્દે સચિવથી લઇને રાજ્યના આરટીઓ કમિશનર સુધી કેટલીય વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને પ્રોબેશન, બઢતી, અનિયમિત બદલીઓ, સાત દિવસ સુધી સતત નાઇટ ડ્યુટી જેવા વિવિધ મુદ્દે અધિકારીઓએ ઉકેલની માગણી કરી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી માગણીઓ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં અધિકારીઓએ સોમવારે હડતાળનું એલાનની જાહેરાત કરી હતી. આરટીઓ ઇન્સ્પેક્ટરોની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. તેમા તેઓની કામકાજની સ્થિતિ, તેમના પરના કાર્યબોજ, બીજા લોકોની ભરતી વગેરે સહિતના પ્રશ્નો છે.

આજે આરટીઓ ઇન્સ્પેક્ટરોએ તેઓ નોકરીમાં જોડાયા હતા તેના કરતાં અનેક ગણુ વધારે કામ કરવાનો બોજો આવે છે. તેની સામે તેમનો પગારવધારો ઘણો ઓછો છે. આ કામ કરવા માટે જોઈએ તેવી સગવડ પણ તેઓને અપાતી નથી. તેઓએ ટાંચા સાધનો વડે મહત્તમ કામગીરી પાર પાડવાની હોય છે. તેમા પણ આરટીઓના સર્વર ગમે ત્યારે ખોટકાઈ જતાં હોય છે, તે ઝડપથી રીપેર થતાં નથી. આ ઉપરાંત ઢીલી કામગીરીના લીધે તેઓએ દરરોજે લોકોની ગાળો ખાવી પડે છે તેવી વ્યથા ઠાલવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRTO inspector
Advertisement
Advertisement