For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTOએ રાજકોટ સહિત રાજ્યના નવ લાખ વાહનોને કર્યા બ્લેકલિસ્ટ

05:24 PM Feb 03, 2024 IST | Bhumika
rtoએ રાજકોટ સહિત રાજ્યના નવ લાખ વાહનોને કર્યા બ્લેકલિસ્ટ

પોર્ટલમાં ખામીના કારણે અંધાધૂંધી: આરટીઓ નિરાકરણ કરવાના બદલે દંડી રહી હોવાની વાહન ચાલકોની વ્યથા

Advertisement

રજિસ્ટ્રેશનની મામુલી ફિ નહીં ભરતા કાર્યવાહી: રાજકીય નેતાઓની કાર પણ બ્લેકલિસ્ટગમાં મૂકતા ખળભળાટ

રાજય વાહન વ્યવહાર વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન ફી નહી ભરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે અને અઢી વર્ષમાં છોડાયેલા વાહનોની રજીસ્ટ્રેશન ફી બાકી હોય તેમના વાહનો બ્લેકલીસ્ટ કરાતા રાજકોટના 10000 થી વધુ વાહનો સહીત રાજયના 9 લાખ વાહનોને બ્લેકલીસ્ટ કરાતા ખળભળાટ મચી ગયો છે અને આ વાહનોમાં રાજકીય નેતાઓની કાર પણ સામેલ હોવાથી સમગ્ર રસ્તામાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.

Advertisement

રાજયની આરટીઓ કચેરી દ્વારા 2021, 1 એપ્રિલના રોજ બાદ ખરીદ કરવામાં આવેલા કાર, બસ, ટ્રક સહીતના વાહનો જેની રજીસ્ટ્રેશન ફી બાકી હોય અથવા અડધી ભરી હોય અને અડધી બાકી હોય તેવા વાહન માલીકો સામે દંડનો ધોકો પછાડયો છે અને જેને રજીસ્ટ્રેશિન જે 100 થી રૂા.250 જેટલી હોય છે તે નહીં ભતા 9 લાખ જેટલા વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે.

આરટીઓ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં પણ છેલ્લા અઢી વર્ષથી ફી નહી ભરનાર આશરે 10000 થી વધારે વાહનોને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા હોવાનું અનુમાન છે. રાજકોટમાં પણ મોટા ભાગના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓના વાહનો બ્લેક લીસ્ટ કરતા હોબાળો મચી ગયો છે અને ફી ભરવા ધક્કા ખાવા છતા પણ ટેબલે ટેબલે ફરવું પડી રહ્યું છે.

રાજય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લીસ્ટ કરાયેલા વાહનોમાં રાજ્યના મોટા માથા ગણાતા રાજકીય નેતાઓનો પણ સમાવેશ થાય છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને કોંગ્રેસના નેતા દર્શન નાયકની કારને બ્લેકલીસ્ટ કરાતા હોબાળો મચી ગયો છે.

આ અંગે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી છે. આરટીઓનું સર્વર સતત ડાઉન રહે છે અને ફિ ભરવાના ફોર્મ ખુલતા નહીં હોવાથી તેમજ ફોર્મમાં ઓપ્શન પણ ખુલતુ નહીં હોવાથી ફી ભરાઇ શકતી નથી તેમજ કચેરીએ રૂબરૂ જવાથી પણ ટેબલે ટેબલે ફરવું પડી રહ્યુું છે. છતા પણ ફી ભરી શકાતી નથી. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતા પણ વિભાગ દ્વારા કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આરટીઓની ભુલ પર પડદો નાખવા વાહન ચાલકોને દંડ કરાઇ રહ્યો છે.

આ મામલે કોંગ્રેસ નેતાનો આરોપ છે કે, રાજ્યના વાહન વ્યવહાર વિભાગની બેધારી નીતિ જવાબદાર છે. રજિસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી વાહન બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે જ કોંગ્રેસ નેતાનો આરોપ છેકે, સત્તાનો દુરુપયોગ કરીને વાહન બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસ નેત દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં જણાવ્યું છેકે, આ મામલે તપાસ કરાવી કસૂરવાર અધિકારી સામે પગલા ભરવા જોઇએ. વાહન માલિકોએ કચેરીના ટેબલે ટેબલે ફરવાની નોબત આવી છે. તેમજ 100 રૂૂપિયા ભરવા માટે કચેરીના ટેબલે ટેબલે ફરવાની નોબત આવી છે.

અઢી વર્ષમાં એક પણ વાર નોટિસ આપ્યા વગર કાર્યવાહી
આરટીઓ દ્વારા એપ્રિલ-2021માં ખરીદેલા વાહનોને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાહન માલિકોએ રોષ વ્યકત કરતા જણાવ્યું છે કે આ અઢી વર્ષમાં એક પણ વાર આરટીઓ દ્વારા નોટીસ કે જાણ કરવામાં આવી નથી અને સીધી જ બ્લેકલીસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે જેનાથી ભારે મુશ્કેલી પડી રહી છે.

અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે : નેતા
આરટીઓ વિભાગ દ્વારા વાહનોની મામુલી 100 કે 250 રૂપીયાની રજીસ્ટ્રેશન ફી પેન્ડીંગ હોવાનું કહી અને અમારી કાર, સાધનો બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે. આર.ટી.ઓ.ની આ કાર્યવાહીથી માત્ર મામુલી રકમના કારણે અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement