બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ
બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 9 દિવસમાં અલગ-અલગ સમયે 73,500 ઉપડી ગયા હતા. પૈસા કેવી રીતે ઉપડ્યા તેનો કોઇ ખ્યાલ નથી. માત્ર મોબાઇલમાં નાણાં ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ખાતેદારોએ બેંકમાં જઈ તપાસ કરતા આ પૈસા બાયોમેટ્રીકમાંથી ઉપડ્યા હોવાનુ જણાવ્યું હતું.
બરવાળા એસબીઆઈ બેંકના 6 ખાતેદારોના જુદા જુદા ખાતામાંથી તા 6-11-25થી 14-11-25 સુધીમા કુલ 73500 રૂૂપિયા ઉપડી ગયા હતા. જેને લઈ ખાતેદારોએ બેંકમા જઈ તપાસ કરતા આ પૈસા બાયોમેટ્રીક દ્વારા ઉપાડ્યા છે. આ રૂૂપિયા કોઈ એસ.બી.આઈ.બેંક કે તેના આઉટ લેટ સેન્ટરમાંથી ઉપાડયા નથી. આ પૈસા બાયોમેટ્રીક દ્વારા ઉપડ્યા છે. હાલમાં આવી બિહારની ગેંગ સક્રિય છે તેમ ખાતેદારોને બેંક બેનેજરે જણાવ્યુ હતું. આ અંગે બેંક મેનેજર સૌરભ શર્માનો રૂૂબરૂૂ સંપર્ક કરતા ટ્રેનીંગમા હોવાથી મળી શક્યા ન હતા ત્યારે ટેલીફોનીક સંપર્ક કરતા તેમનો ફોન નો રીપ્લાય થયો હતો.
બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી તા.6-11-25થી 14- 11-25 9 દિવસમા 73,500 રૂૂપિયા ઉપડી ગયા હતા. જેમાં 10000, 8500, 7200, 20000 અને 7800 આવી રીતે 10 હજાર સુધીની મર્યાદામાં ખાતામાંથી પૈસા ઉપડ્યા છે. જે ખાતેદારના ખાતામાથી 20000 ઉપડયા છે તેમા બે વાર 10-10 હજારના ટ્રાન્જેકશન થયા છે. મોટેભાગે આધારનંબર સાથે બાયોમેટ્રીક થમ્બ, આંખોનુ સ્કેનીગ કરી આ પૈસા ઉપડ્યા છે. આ માટે કોઈ પણ ખાતેદારને તેમના મોબાઈલ નંબરમા ઓટીપી આવ્યો નથી.
આ કિસ્સામાં થયેલા ટ્રાન્ઝેક્શન AEPS એટલે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમથી માઇક્રો એટીએમમાંથી ઉપાડ થયો છે. OFFUS એટલે અન્ય બેંકમાંથી થયું છે. AePSમાં છેતરપિંડી સામાન્ય રીતે આ બે રીતે થાય છે.ગુનેગારો તમારા બાયોમેટ્રિક્સને ચોરવા માટે સિલિકોન પેડ્સ અથવા અન્ય આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે. ઠગાઇ કરનાર વ્યક્તિ બેંક કર્મચારી તરીકે ઢોંગ કરીને તમને ફોન કરી શકે છે.
મારા ખાતામાથી તા.14-11-25ના રોજ 7800 રૂૂપિયા ડેબીટ થયાનો એસ.એમ.એસ. મોબાઈલમા આવતા બેંકમા જઈ તેની તપાસ કરતા આ પૈસા બાયોમેટ્રીક દ્વારા થમ્બ મૂકી ઉપાડયા હોવાનુ બેંક મેનેજરે જણાવ્યુ હતુ. પરંતુ મે આ તારીખમા ક્યાંય થમ્બ આપ્યો ન હતો. પરંતુ બે માસ પહેલા મે બરવાળામા ફાસ્ટ્રેક કઢાવ્યુ હતું ત્યારે મારી આખોનું સ્ક્રેનીંગ કર્યું હતું.
