મેડીકલ સ્ટોરના સંચાલકની તબીબ સાથે રૂ.6.40 લાખની છેતરપીંડી
દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે હોસ્પિટલ ધરવતા તબીબ સાથે મેડીકલ સ્ટોર ચલાવતા સંચાલક સહીતના શખ્સોએ રૂૂ.6.40 લાખની છેતરપીંડી કર્યાની તબીબે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ રૈયારોડ પર પેસીફીક હાઈટસમાં પાંચમા માળે રહેતા અને દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે મીરેકલ ડોકટર હાઉસમાં ભાગીદારીમાં આરોગ્યમ હોસ્પિટલ ચલાવતા ડો. વિવેક બીપીનભાઈ ખખ્ખરે નાનામવા રોડ પર સ્પત્ક એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દીક અનીલકુમાર ભડાણીયા અને જયેશસિહ બનેસંગ વાઘેલા અને તપાસમાં ખુલે તેના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ડો.વિવેક ખખ્ખરની હોસ્પિટલમાં મેડીકલ સ્ટોર આવેલો હોય તેમાં માણસોની જરૂૂરીયાત હોવાથી તબીબ મિત્ર ડેનીશ માકડીયાનો મામાનો દીકરો હાર્દીક બી-ફાર્મા સુધી ભણેલ હોય જેથી ભલામણ કરતાં મેડીકલ સ્ટોરમાં નોકરીએ રાખ્યો હતો.
હાર્દિકને મેડીકલમાં દવા વેચાણ-ખરીદી અને સ્ટાફ્નો પગાર સહિતની જવાબદારી સોપવામાં આવી હોય જેથી ડો.વિવેક ખખ્ખરે નાણાકીય વહીવટ માટે એડવાન્સમાં ત્રણ કોરા ચેકોમાં સહી કરી આપ્યા હતા. જેનાથી હાર્દીક આથિર્ક વ્યવહાર કરતો હતો થોડા સમય પૂર્વે ડો.વિવેકને હાર્દીક દ્વારા હિસાબમાં ગોટાળા કરતો હોવાનું જાણવા મળતા તેને નોકરીમાંથી છુટો કરી દીધો હતો. ત્યારબાદ હાર્દિકે સપ્તાહ પૂર્વે ડો.વિવેક દ્વારા અપાયેલ સહી કરેલા ચેક નાખી રૂૂ.6.40 લાખની ઉપાડી લીધા હતા. રકમ ઉપડી ગયાનો મેસેજ ડો.વિવેકના મોબાઈલમાં આવતા તપાસ કરતા આ રકમ જયેશસિંહ બનેસંગ વાઘેલાના ખાતામાં જમા થયાનું જાણવા મળ્યું હતું. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.