પાળેલો પોપટ લાપતા બનતા શોધી આપનારને રૂા.પાંચ લાખનું ઈનામ!
અમદાવાદના વાસણા એરિયામાં એક અજીબ ઘટના સામે આવી છે, જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ બની જાય છે. અબોલ પ્રેમની આવી જ એક ઘટના સામે આવી છે. એક વ્યકિતનો પ્રિય પોપટ ગુમ થવાથી 5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં રાજ યશ સિટીમાં રહેતા એક વ્યક્તિનો પ્રિય પોપટ ગુમ થયેલ છે, જે ગુમ થયેલ પોપટ માટે રૂૂ.5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. જે આ ગૂમ થયેલ પોપટને શોધી લાવશે તો તેને ઈનામની રકમ મળવાપાત્ર રહેશે. વાયરલ પોસ્ટ મુજબ, ગૂમ થયેલ પેરોટ આફ્રિકન ગ્રે પોપટનું નામ કોકો રાખવામાં આવ્યું છે, પોપટ તા. 12 જાન્યુઆરીના સવારે 10.15 વાગ્યે છેલ્લે ઉડ્તો જોવા મળ્યો હતો. તેને જમણાં પગમાં રિંગ લગાવેલી છે. પેરોટ(પોપટ) પ્રેમ ધરાવતાં આ વ્યક્તિની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
અગાઉ પણ આવી ઘટના કર્ણાટકમાં સામે આવી હતી, પરિવારે પોતાના એક સભ્ય સમાન આફ્રિકન ગ્રે પોપટ જેનું નામ રુસ્તમ ને ગુમાવ્યું તો જાણે તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. માલિકે 30 હજારનો ખર્ચ કરીને રહેણાંક વિસ્તારોમાં પોપટ શોધવાનું શરૂૂ કર્યું હતું. જો કે ગુમ થયેલો પાલતુ પોપટ મળી આવતા યુવકને લોટરી લાગી ગઈ હતી. માલિકે 50 હજારનાં બદલે 85 હજારનું ઇનામ આપ્યું હતું.