બોટાદના નાની વાવડીમાં પોલીસકર્મીના પિતાના મકાનમાંથી 5.07 લાખની તસ્કરી
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધેળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં થયેલી ચોરીમાં તસ્કરો પુત્રએ માતા-પિતાને મોકલાવેલાં નાણાં અને વિમા કંપનીમાંથી આવેલી રોકડ તથા દાગીના સહિત રૂૂ.5.07 લાખ લાખની મત્તા ચોરી નાસી ગયા હતા. નાનકડા એવા ગામમાં ધોળા દિવસે બનેલાં ચોરીના આ બનાવને લઈ ભારે ચકચાર મચી છે. નાનકડાં એવા નાની વાવડી સહિત સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર મચાવતાં અને પોલીસને સીધો પડકાર ફેંકતાં બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા સુરેન્દ્રસિંહ બનેસંગભાઈ ડોડીયા અને પત્ની કૈલાશબેન ગતરોજ ઘરને તાળું મારી ગામની સીમમાં આવેલ વાડીએ ખેતી કામે ગયા હતા .
દરમિયાનમાં અજાણ્યા તસ્કરો ઘરના ડેલાની દિવાલ કૂદી ફળિયામાં પ્રવેશ્યા હતા.અને ઘરના દરવાજાનું તાળુ તોડી રૂૂમમાં પ્રવેશી રૂૂમમાં રાખવામાં આવેલ તિજોરીના તાળા તોડી તેમાં રહેલાં વિમા કંપનીમાંથી આવેલાં રોકડા રૂૂ. એક લાખ અને પુત્રએ મોકલાવેલા રોકડા રૂૂપિયા એક લાખ તથા સોના ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂૂ.5,07,000ની ચોરી નાસી ગયા હતા. જયારે, તસ્કરોએ પૂરાવાનો નાશ કરવા માટે તથા મત્તા શોધવા માટે ઘરનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.દંપતિ જયારે ખેતીકામ પતાવી ઘરે આવ્યા ત્યારે તેમને ઘરમો સામાન વેરવિખેર હાલતમાં જોતાં શંકા ગઈ હતી અને ઘરમાં તપાસ કરતાં ઘરની તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી.તો, ભેજાબાજ તસ્કરોએ તસ્કરી અંગે ગંધ ન આવે તે માટે ડેલાને અંદરથી બંધ કરી નાસી છૂટયા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરાતાં રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. જયારે, તસ્કરીને લઈ સુરેન્દ્રસિંહ ડોડીયાએ અજાણ્યા તસ્કરો વિરૂૂદ્ધ રાણપુર પોલીસ મથકમાં ઘરમાં પ્રવેશી તિજોરીનું તાળું તોડી તેમાં રાખેલી રોકડ તથા દાગીનાની ચોરી કરી પલાયન થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે રાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂૂદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ ઘટનામાં ફરિયાદીના પુત્ર મહાવિરસિંહ ડોડિયા સુરતમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.