રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો અને તસ્કરો હથફેરો કરી ગયા
બોટાદ જિલ્લાના મુળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા અને હાલ સુરત ખાતે હીરાનો ધંધો કરતા અરવિદભાઈ મશરૂૂભાઈ સરવૈયા દિવાળી વેકેશન હોવાથી ઉમરાળા ગામે રોકડ રૂૂપિયા 2,50,000 સાથે લઈને આવ્યા હતા. આ રૂૂપિયા તેમના રૂૂમમાં આવેલા લોખડના કબાટના ખાનામાં મુક્યા હતા. ત્યારબાદ 10-11-2024 અરવિદભાઈએ રોજ તેમની જમીનમાંથી થયેલી ઉપજના 1,00,000 રૂૂમમાં લોખડના કબાટમાં મુક્યા હતા. ત્યારબાદ તા.15-11-2024ના રોજ સવારના સમયે અરવિદભાઈ પોતાના પરીવાર સાથે ટીંમ્બા ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા.
.ત્યારબાદ સાંજના સમયે અરવિદભાઈ અને તેમનો પરીવાર ટીમ્બા ગામેથી પરત ઘરે આવી ઘરનો ડેલો અંદરથી બંધ હોવાને કારણે અરવિદભાઈના પિતા ઘરની દિવાલ કુદી ઘરનો ડેલો ખોલી ઘરમાં જઈ જોતાં રૂૂમનું તાળું તુટેલું હતું અને રૂૂમમાં રહેલો કબાટ ખુલ્લો હતો અને તેમાં રહેલા રોકડા રૂૂપિયા 3,50,000 કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો.આ બનાવ અંગે અરવિદભાઈએ અજાણ્યા ઈસમ વિરૂૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..