ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાળાઓના 25 હજાર વર્ગખંડોના સુધારણા માટે રૂા.2914 કરોડ ફાળવ્યા

04:52 PM Feb 20, 2025 IST | Bhumika
Advertisement

રાજય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસને ધ્યાનમાં રાખી અને 21મી સદીની આવશ્યકતા અંતર્ગત શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.59999 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹2914 કરોડની જોગવાઇ. નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડ, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડ, એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી ક્ધસેશન માટે ₹223 કરોડ, જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડ, સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹100 કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹70 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹410 કરોડની જોગવાઇ. એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹175 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹32 કરોડની જોગવાઇ.
વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિક્ધડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (ૠઈંઝ) માટે ₹100 કરોડની જોગવાઇ.

રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂૂ ક્વિઝ (ૠ3ચ) અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ. અમદાવાદના શ-ઇીંબની તર્જ પર રાજ્યમાં 04 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. શ-ઇીંબ મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹25 કરોડની જોગવાઇ. શોધ યોજના (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹20 કરોડની જોગવાઇ. ગઅઅઈ અને ગઈંછઋ રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂૂમ બનાવવા માટે ₹8 કરોડની જોગવાઇ.

Tags :
budgetbudget 2025gujaratgujarat newsschools
Advertisement
Next Article
Advertisement