જેતપુર-જામકંડોરણા વિસ્તારના કામો માટે રૂા.109 કરોડ મંજૂર
મુખ્યમંત્રીનો આભાર માનતા જયેશ રાદડિયા
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂૂ.109.21 કરોડના ખર્ચે રોડ તેમજ બ્રિજના નિર્માણ તેમજ આનુસાંગિક કામગીરીની મંજૂરી મળી છે. આ બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સહદય્ આભાર વ્યક્ત કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવેલ કે જેતપુર શહેરના ભાદર નદી પર જુના રેલ્વે બ્રિજની બાજુમા નવો બ્રિજ બનાવવા માટે રૂૂ.40 કરોડ, જેતપુર - જુનાગઢ સીટી લીમીટ રોડ સરદાર ચોકથી ધારેશ્વર નેશનલ હાઈવે સુધી સી સી રોડ, ડિવાઈડર, ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય કામગીરી માટે રૂૂ.40 કરોડ, જેતપુર- ધોરાજી સીટી લીમીટ રોડ તીન બત્તી ચોક થી તત્કાલ ચોકડી સુધી સી.સી. રોડ, ડિવાઈડર, ફુટપાથ,સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય કામગીરી માટે રૂૂ.12 કરોડ મંજુર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જેતપુર તાલુકાના પીઠડીયા થી ખોડલધામ મંદિર રોડ બનાવવાના કામ માટે રૂૂ.8 કરોડ જામકંડોરણા તાલુકાના રામપર-તરકાસર રોડના નવીનીકરણના કામ માટે રૂૂ. 225 લાખ, જેતપુર તાલુકાના અમરનગર વાડાસડા રોડ નવીનીકરણ માટે રૂૂ.301 લાખ, જેતપુર તાલુકાના વાડાસડા ખીરસરા રોડ નવીનીકરણ માટે રૂૂ.275 લાખ, જેતપુર તાલુકાના લુણાગરા કેરાળી રોડ નવીનીકરણ માટે રૂૂ.120 લાખ, ગુંદાસરી એપ્રોચ રોડ પર કોઝવેના કામ માટે રૂૂ.80 લાખ અને ચરખડી-ભાદરા રોડ પર કોઝવેના કામ માટે રૂૂ.80 લાખ મંજુર કરાયા છે.