ગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય ખોડિયાર ડેરી ફાર્મ", જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.બી.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મિક્સ દૂધ (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની ભેળસેળ મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. તેમજ "સન સીટી હેવન", વિંગ સી-101, રૈયાધાર, ઓમકારેશ્વર મંદિર પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "શુધ્ધ ઘી (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, બીઆર રીડિંગ, રિચડ વેલ્યૂ નિયત માત્ર થી અલગ હોવાથી તથા વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ અને "શ્રધ્ધા ગુલાબ જાંબુ", સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મોળો માવો (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ છખ વેલ્યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. ફૂડ વિભાગ દ્વારા "શ્રી પટેલ સ્વીટ્સ", દર્શન, મવડી પ્લોટ-4, ગુજરાત વાયર પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "માવો (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આર.એમ. વેલ્યૂ નિયત માત્રથી અલગ તથા ફોરેન ફેટની (વેજીટેબલ ફેટ) ભેળસેળ મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થતાં તમામ વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલંગ હાઉસ થી સોરઠિયાવાડી સર્કલ, પટેલ વાડી થી બાલક હનુમાન સુધી પડેક રોડ તથા સોરઠિયાવાડી સર્કલથી આંબેડકર ગેટ તરફના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.