ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ

11:23 AM May 06, 2025 IST | Bhumika
Advertisement

ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી કચેરી ખાતે બે વૃક્ષો ધરાશાય થયા હતા. શહેરમાં હોડીંગ્સ, છાપરા, સોલાર પેનલ ઉડ્યા હતા. કુંભારવાડા માં વીજળી પડી હતી. વરસાદ સાથે જ અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. શહેરમાં પીજીવીસીએલના 52 ફીટરો બંધ થતા રાતના છ કલાક અંધારપટ રહ્યો હતો.

Advertisement

ભાવનગર શહેર અને જિલ્લામાં ભર ઉનાળે વરસાદ પડ્યો છે. આગાહી મુજબ જ ગઈકાલે બપોરે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે 5 વાગે ભારે પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક વરસાદ શરૂૂ થતા રસ્તા પરના રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ગટર કામનું ખોદકામ ચાલુ હોય વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ડીએસપી કચેરી ખાતે વરસાદ દરમિયાન બે વૃક્ષો ધરાશય થયા હતા. ભારે પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ઉડ્યા હતા.

ભાવનગરના ભાલપંથકમાં ભારે વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ચોગઠ કામે વરસાદના કરા પડ્યા હતા. ભાવનગર શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. શહેરમાં અચાનક વરસાદી માહોલ ઉભો થતા લગ્ન પ્રસંગ ના આયોજકો માં ચિંતા ની લાગણી ફેલાઈ હતી. ભાવનગર શહેરના નારી રોડ પર ગઈકાલે યોજાયેલા લગ્ન ના મંડપ તૂટી પડ્યા હતા. જેના ખુલ્લા પાર્ટી પ્લોટ માં લગ્ન યોજાયા હતા.

તેઓ એ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સવાર સુધીમાં શિહોરમાં દોઢ ઈંચ અને ભાવનગર શહેરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અમર સોસાયટીમાં મકાન પર વીજળી પડી હતી. શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો.વીજળી પડતા મકાનની દીવાલનો થોડોક ભાગ ધરાશાઈ થયો હતો. વાયરીંગ ઇલેક્ટ્રોનિક્સ સામાનને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું તેમજ બાજુમાં રહેલા હીરાના કારખાનામાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Tags :
1.5 inch rainbhavnagarbhavnagar newsgujaratgujarat newsrain
Advertisement
Next Article
Advertisement