રાજકોટમાં લૂંટ વિથ મર્ડર: પરિણીતાની હત્યા
- ગઈકાલે બપોરે કામે ગયેલો પતિ ઘરે આવતા પત્નીની લોહીથી લથબથ લાશ પડી હતી: પતિની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઈ વરૂૂ (ઉ.વ.35)ની લોહીથી લથબથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના પીઆઇ બી.પી.રજીયા તેમજ ક્રાઈમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.તેમના મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.યુનિવર્સિટી પોલીસે મૃતકના પતિની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવમાં પોલીસે મૂળ કેશોદના વતની અને હાલ મિસ્ત્રી કામ કરતા મૃતકના પતિ અલ્પેશભાઇ પરસોતમભાઈ વરૂૂની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.અલ્પેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે,છેલ્લા સાતેક મહીનાથી માસીક રૂૂ.4500/- ભાડેથી મકાન રાખી માતા વનીતાબેન,પત્ની હેમાલીબેન તથા દીકરી રૂૂહી સાથે રહુ છુ.તેમજ રૈયારોડ બાપા સીતારામ ચોક પાસે આવેલ ચંદનપાર્ક ખાતે ધવલભાઇ મીસ્ત્રી સાથે બે દિવસથી મીસ્ત્રી કામ કરૂૂ છુ.
મારા લગ્ન છએક વર્ષ પહેલા પોરબંદર નવા ફુવારા પાસે લવલી પાન વાળી શેરીમા રહેતા ચંદુભાઇ રવજીભાઇ ફટાણીયાની દીકરી હેમાલીબેન સાથે કરેલ હતા.મારા પત્ની હેમાલીબેન મવડી ચોકડી પાસે પેટ્રોલ પંપ બાજુમા પંદર વીસ દિવસથી ટુર બુકીંગ ઓફીસમા કામ કરતા હતા.ગઇ કાલ તા.14ના રોજ વહેલી સવારના ત્રણેક વાગ્યે કેશોદ મુકામે મારા મોટાબા દિવાળીબેન ઓધાભાઇ વરૂૂ મરણ ગયેલ હોય જેથી મારા મમ્મી ને વહેલી સવારે કેશોદ તજવાનુ હોય તેમને ઉતારવા માટે ગયેલ હતો અને બાદ સવારના નવેક વાગ્યે હું હેમાલીબેન મારૂૂ મોટરસાયકલ લઈ અમારા કામ ઉપર ગયેલ હતા અને હુ મારા કામ ઉપર રૈયા ચોકડી પાસે મારા પત્નીને ઉતારી મારી દીકરી રૂૂહીને મારી પાસે રાખી હતી અને બાદ સાડા અગીયારેક વાગ્યે હું મારા પત્ની ની ઓફીસે રજા લેવા ગયો હતો અને ત્યાંથી તેમના શેઠ પાસે થી રજા લઇ અમો બપોરના સાડા બારેક વાગ્યે અમારા ઘરે આવી ગયા હતા.
બાદમાં બપોરે ત્રણેય જમીને બપોરના બે વાગ્યે હું પાછો મારા કામ ઉપર ચંદનપાર્ક ગયો હતો અને મારી દીકરી મારા પત્ની પાસે રાખી હતી અને હું કામ ઉપર ગયા બાદ મે પત્નીને બપોરના સવા ત્રણેક વાગ્યાના ફોન કર્યો અને આ વખતે મારી પત્નીએ ફોન ઉપડ્યો નહી.બાદમાં રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે પહોંચેલ હતો.બાદ મેં મારૂૂ બાઇક મારા ઘરની સામે પાર્ક કરી ઘરમાં ગયો હતો અને બાદમાં ઘરના દરવાજાનો આગળીયો ખોલતા મેં રૂૂમમાં જોતા સેટી પલંગ ઉપર મારા પત્ની લોહીલુહાણ હાલતમાં પડી હતી.
તેમજ ઘરનો સમાન વેરવિખેર હતો આ જોઈ આજુ બાજુમાં લોકોને જાણ કરી હતી.તેમજ અંદર સામાન વેરવિખેર હાલતમાં હતો તેમાંથી રૂૂ.60 હજારના દાગીના પણ ગાયબ હતા.તેમજ ત્યાં નજીકમાં કતાર પણ પડી હતી.108 અને પોલીસને જાણ કરતા હેમાલીને મૃતજાહેર કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.