રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્નવાંછુક યુવાનોને શીશામાં ઉતારી નાણાં ખંખેરતી લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઇ

12:05 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગીર સોમનાથ જીલ્લા ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગના કારસ્તાનનો પર્દાફાશ કરી ગેંગની ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓ રપકડ કરી લીધી છે જ્યારે રાજકોટના મુખ્ય સુત્રધાર રિયાઝને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના યુવકને શિકાર બનાવી રૂૂા.1.24 લાખ પડાવી લીધા હતા અને લગ્નના 12 દિવસમાં જ દુલ્હન કપડાં, મોબાઈલ અને રોકડ લઈ અડધી રાત્રે ફરાર થઈ જતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લૂંટરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટરી દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ આખી ઘટના અંગે એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલે પ્રેસ કોન્ફોર્ન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજય સોલંકી નામનો યુવક અપરણિત હોય અને લગ્ન કરવા છોકરીની શોધમાં હતો તે દરમ્યાન તેનો પરિચય દલાલીનું કામ કરતા સુત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે થયેલ બાદમાં જુનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઇ હીરાલાલ નાગદેવનો થયેલ ત્યારબાદ આ ત્રણેય દલાલોએ રાજકોટના રીયાજ કરીમભાઇ મીરજા અને કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજાનો સંપર્ક કરાવેલ હતો. આ તમામ લોકોએ કાવતરૂૂ કરી ફરીયાદી અજય પાસેથી કુલ રૂૂા.1.24 લાખ લઇ દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનું વા./ઓ. અશરફ યુસુફ કાન્સીનું રીન્કલ અનીલભાઇ પંડયા નામનુ ખોટુ આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી ખોટો દસ્તાવેજ ઉભો કરી નોટરી મારફત અમરેલી જીલ્લાના બાંટવા દેવળી ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી જેમાં ઉપરોકત તમામ દલાલોએ સાક્ષી તરીકેની પોતાની સહી કરી આપેલ ત્યારબાદ આ કૌશરબાનું ફરીયાદીના હરણાસા ગામે ઘરે 10 દિવસ રોકાયા બાદ ફરાર થઇ ગયેલ જે બાબતે ફરીયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપેલ અને પોતે આપેલ પૈસા બાબતે કોઇ જવાબ નહીં આપતા અંતે આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે પોલીસને ફરિયાદ અરજી આપેલ હતી જેમાં ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.બી.વોરા અને સ્ટાફે તપાસ કરતા કૌશરબાનુ ઉર્ફે રીન્કલ અનીલભાઇ પંડયા (રહે.વિરમગામ જી.અમદાવાદ વાળીને) નવસારી ખાતેથી શોધી કાઢી આ છેતરપીંડીમાં મદદગારી કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજ મીરજાને આણંદ ખાતેથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જુનાગઢ ખાતેથી તથા નરસીંગભાઇ વાજાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢી આ ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.

વધુમાં એ.એસ.પી. અગ્રવાલે જણાવ્યું હતું કે, આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશરબાનુ અશરફભાઈના પત્ની હોય અને તે બે સંતાનોની માતા હોય તેમજ કૌશરબાનું ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશરબાનુ માંથી તેમને રીંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન થયા બાદ આ કૌશરબાનૂ ઉર્ફે રીંકલ દસ દિવસ સુત્રાપાડા ખાતે રહેલ ત્યારબાદતે નાસી છૂટી હતી. અને ત્યારબાદ અજય ને ધમકી આપવા લાગેલ અને તમારા પર અમે કેસ કરીશું તેવું જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ આપી હતી.

આમ આ આખા લૂંટેરી દુલ્હન બનાવમાં હાલ પોલીસે ચાર આરોપી જેમાં (1) શમીમબેન અને (2) કોમલ ઉર્ફે મુસ્કાન અને (3) કૌશરબાનુ (4) રીયાઝ મીરજા ની ધરપકડ કરી છે જ્યારે નર્સિંગ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપીને હજુ ઝડપવાના બાકી છે ત્યારે લગ્ન કરવાની લાલચે હાલ આ ગેંગ પરથી જાણવા મળ્યું છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરી અને છેતરી રહી છે ત્યારે આ બનાવમાં પોલીસે કલમ 406, 420, 465, 467, 468, 471, 506-2 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ મુસ્લિમ પરણીતા કૌશરબાનુનું હિન્દૂ યુવતી તરીકે બનાવટી આધારકાર્ડ, સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ બનાવેલ તેમજ મેરેજ સર્ટિફિકેટ પણ બનાવી આપેલ ત્યારે આ ગેંગ દ્વારા અન્ય વધુ યુવકોને પણ શિકાર બનાવી લાખો રૂૂપિયા ખંખેર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને રિમાન્ડ પર મેળવી વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

આ ગેંગના સભ્યોની ગુનો આચરવાની રીત..

આ બનાવના દલાલો તથા યુવતિ દ્વારા લગ્ન વાંચ્છુક યુવાનોને લગ્નની લાલચ આપી દલાલી લઇ અન્ય યુવતીઓની અસલ ઓળખ છુપાવી હીન્દુ નામના ખોટા આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી લગ્ન કરાવી પૈસા પડાવી થોડા દીવસ સાસરે રોકાયા બાદ ફરાર થઇ જવાનીએમ.ઓ.ધરાવેછે.

આ બનાવના સંડોવાયેલ આરોપીઓ

(1) કૌશરબાનુ વા/ઓ અશરફ યુસુફ કાન્ત્રી મુસ્લીમ, ઉ.વ.32 રહે.નવા ફળીયા, વાસદા, જી.નવસારી (લગ્ન કરવા માટે ધારણ કરેલ ખોટુ નામ રીન્કલ અનીલભાઇ પંડયા, રહે.વિરમગામ જી.અમદાવાદ) (2) રીયાજ કરીમભાઇ મીરજા રહે.હુડકો ચોકડી રણુજા મંદીરની બાજુમાં, રાજકોટ (દલાલ) (યુવતિના ખોટા આધારકાર્ડ અને લીવીંગ સર્ટી રજુ કરનાર) (પકડવાનો બાકી) (3) મુસ્કાન વા/ઓ રીયાજ કરીમભાઇ મીરજા ઉ.વ.21, રહે.હુડકો ચોકડી રણુજા મંદીરની બાજુમાં, રાજકોટ હાલ રહે.આણંદ (દલાલ) (ધારણ કરેલ ખોટુ નામ - કોમલબેન રહે. વિરમગામ જી. અમદાવાદ) (4) શમીમબેન ઉર્ફે સીમાબેન વા/ઓ ખેમરાજ હરીપ્રસાદ જોશી, ઉ.વ.48, રહે. બહાઉદીન કોલેજના પાછળના ભાગે, હાઉસીંગ સોસાયટી, જુનાગઢ (દલાલ) (5) નાગદેવ દીપકકુમાર હીરાલાલ રહે,બ્લોક નં.101, અવચલ એપાર્ટમેન્ટ, નોબલસ્કુલ પાસે, ગીરીરાજ નગર જુનાગઢ (દલાલ) (પકડવાનો બાકી) (6) નરસીંગભાઇ ઓઘડભાઇ વાજા, ઉ.વ.33, રહે.સુત્રાપાડા કંડલા સોસાયટી, ઝુપડપટ્ટીમાં, (દલાલ) આ લોકો પાસેથી મોબાઇલ નંગ 4 કી.રૂૂા.30 હજાર, લુટેરી દુલ્હન કૌશરબાનુના અસલ આધારકાર્ડ તથા જન્મ પ્રમાણપત્ર મળી કુલ રૂૂા.30 હજારનો મુદામાલ કબ્જે લીધેલ છે.

Tags :
crimecrime newsGir Somnathgujaratgujarat newsRobber bride
Advertisement
Next Article
Advertisement