પ્રભાસપાટણના રસ્તાઓ આડેધડ બંધ, રહેવાસી અને યાત્રિકો પરેશાન
સોમનાથ પ્રભાસ પાટણ માં પવિત્ર શ્રાવણ માસમાં વાહન ચાલકોને જાહેરનામા ન હોય તેવા રસ્તાઓને આડેધર બંધ કરી યાત્રિકો અને સ્થાનિક જનતાને હેરાનગતિ બને છે શોપિંગ સેન્ટર સોમનાથ માં અખબાર આપવા જતા ફેરિયાની સાયકલને પણ જાહેરનામા ઓઠા હેઠળ જવા દેતા નથી અને દૂર પાર્ક કરી અખબાર દેવા જવા જણાવે છે વેણેશ્વર ચેક પોસ્ટ પાસે પણ કેટલાક વાહનોને અટકાવે છે જે જાહેરનામા અનુસાર પાર્કિંગ સુધી જાહેરનામા માં વનવે સુધીની છૂટ હોવા છતાં વાહનો કેટલીક વાર રોકાય છે દે છે યાત્રિકોને પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતામંદિર સુધી જવું હોય તો વાહનોને સોમનાથ ની ગૌશાળા પાસે જ રોકી દેવાય છે જેથી આટલો લાંબો પથ ઉંમરવાન કે બધાયને પગપાળા જવું પડે છે અને થાક લાગે છે.
રિક્ષાઓ કર્યા છતાં પેસેન્જર ને આ કારણોસર પૈસા ભર્યા છતાં સુવિધાઓ નથી મળતી જિલ્લા મેજિસ્ટ્રે એ સ્થળ મુલાકાત લઇ આ અંગે નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિની મૂલ્યાંકન સમીક્ષા કરવું જોઈએ અને ન્યાયીક સુધારેલા આ દેશનો અમલ કરાવો જોઈએ સોમનાથમાં ટ્રાફિક નથી છતાંય રસ્તા બંધ રખાય છે ટ્રાફિક સમયે જરૂૂરી નિયંત્રણ રખાય તે જરૂૂરી છે.
સોમનાથ ના આડેધડ રસ્તો બંધ ને કારણે વાહનો પ્રભાસપાટણ ના રસ્તા ઉપરથી પસાર થાય છે જેથી પ્રભાસપાટણ ના સાંકડા રસ્તા ઉપર સતત ટ્રાફિક જામ જોવાં મળે પ્રભાસ પાટણ શહેર ખુબજ ગીચ વસ્તી ધરાવતું શહેર છે અને તમામ રસ્તાઓ ખુબજ સાંકડા છે બે સામ સામી ઓટો રિક્ષા કાઢવી પણ મુશ્કેલ બને છે તેમજ રામરાખ ચોક મા પણ આડેધડ વાહન પાર્કિંગ થી ટ્રાફિક જામ થાય છે. સોમનાથ મા રવિવાર સોમવાર ના લોકો નો ધસારો હોય છે બાકીના દિવસોમાં ટ્રાફિક હોતી નથી છતાં પણ રસ્તા બંધ રાખવામાં આવે છે.