એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી ગયા, જવાબદારો સામે પગલા ભરવા CMની સૂચના
ગાંધીનગરમાં આજે યોજાયેલ કેબીનેટની બેઠકમાં ફરી રોડ-રસ્તાઓ ઉપર ફરી પડેલા ખાડાનો પ્રશ્ર્ન ચર્ચાયો હતો અને મુખ્યમંત્રીએ એક વર્ષ પહેલા જ નારાજગી વ્યકત કરી એક વર્ષમાં બનેલા જે રોડ-રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે. તેમાં કોન્ટ્રાક્ટરો આજે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા સૂચના આપી હતી.. આ ઉપરાંત નવરાત્રિ બાદ રાજ્યભરમાં તૂટેલા રોડ રસ્તાનું સમારકામ કરવા સૂચના આપી હતી.
કેબિનેટની બેઠકમાં રાજ્યમાં એક વર્ષ પહેલા બનાવેલા રસ્તા તૂટી જતાં મુખ્યમંત્રી આકરાપાણીએ થયા હતાં. તેમણે રસ્તા બનાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તે ઉપરાંત નવરાત્રિ બાદ રાજ્યમાં રસ્તાનું સમારકામ હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. બીજી તરફ વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. જેની કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી. ખેડૂતોને વળતર ચૂકવવા માટે પણ ચર્ચા કરાઈ હતી.
મુખ્યમંત્રીએ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ઝડપથી મળે તે અંગે કેબિનેટની બેઠકમાં સૂચના આપી હતી. બનાસકાંઠા અને પાટણમાં વરસાદી પૂરને લઈને પણ ચર્ચાઓ કરાઈ હતી. પૂરના પાણીનો કાયમી ઉકેલ લાવવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતો અને સિંચાઈના પાણી માટે ચર્ચા કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.