વડાપ્રધાનના આગમન પહેલાં રોડ, રસ્તાનું સમારકામ, રંગરોગાન, સાફસૂફી કરાવતું તંત્ર
25 મી ફેબ્રુઆરી હાલારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહી છે. કારણ કે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારની નવી ઓળખ અને આ વિસ્તારના ઘરેણા સમાન સિગ્નેચર બ્રિજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હાલારવાસીઓને ભેટ મળવા જઇ રહી છે. જેને લઈને વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જામનગરના માર્ગોમાં પેચ વર્ક કરી અને માર્ગોના ડિવાઈડરને રંગરોગાણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરના સાત રસ્તા, વિકટોરિયા બ્રિજ સહિતના માર્ગ પરથી પી.એમ.અને સી.એમ.નો કાફલો નીકળવાનો હોય ત્યારે જ તે માર્ગોમાં પેચ વર્ક અને રસ્તા ખાડા બુરવામાં આવે છે. ખાસ વાત એ છે કે જામનગરના અનેક માર્ગો ખખડધજ હોય અને ખાડા સહિતની સમસ્યા હોય જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય અને કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના આગેવાનોના આગમનને લઈ અને તંત્ર દ્વારા માર્ગોને નવું રૂૂપ આપવામાં આવતું હોય છે. જોકે ત્યારબાદ આ સુવિધા ક્ષણભંગુ સાબિત થતી હોય છે ત્યારે લોકોનો એવો ભાવ છે કે આવી કાર્યવાહી અવિરત ચાલુ રહેવી જોઈએ