મોરબીમાં મંજૂરી વિના ગેસ લાઈન નાખી રોડને નુકસાન, ગેસ કંપનીને રૂા.76.36 લાખની દંડની નોટિસ
મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રોડને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું મંજુરી વિના કામગીરી કરી રોડને નુકશાન કરતા ગત ઓક્ટોબર માસમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત પેટા વિભાગ દ્વારા ગુજરાત ગેસને નોટીસ આપવામાં આવી હતી અને આજે ફરીથી નોટીસ અંગે યાદી ગુજરાત ગેસને આપવામાં આવી છે. મોરબી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા ગુજરાત ગેસ લીમીટેડના ઓફિસરને ગત તા. 29-10-24 ના રોજ નોટીસ આપી જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ 3.60 કરોડના ખર્ચે રવાપર-લીલાપર રોડ જોઈનીંગ રવાપર ઘુનડા રોડ (એસ.પી.રોડ) બનાવવામાં આવ્યો હતો.
જેના બંને બાજુ ડોમેસ્ટિક ગેસ લાઈન નાખવામાં આવી છે આપની કચેરી દ્વારા ગેસની લાઈન નાખવા તેમજ રોડને નુકશાન પહોંચાડવા અંગે કચેરીથી પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે છતાં કોઈપણ પ્રકારની મંજુરી કે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી જે અંતર્ગત રોડની તાત્કાલિક રીસ્ટોરેશન કામગીરી કરવાની જરૂૂરિયાત હોવાથી રોડને જે નુકશાન પહોંચાડવામાં આવેલ છે તેની કામગીરીનો ખર્ચ આશરે રૂૂ 76,36,200 થાય છે જેથી રસ્તાના રીપેરીંગ/રીસ્ટોરેશન રીનોવેશન માટે માર્ગ અને મકાન પંચાયત જીલ્લા પંચાયત ડીપોઝીટ પેટે રકમ જમા કરાવ્યે રોડનું રીપેરીંગ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું જે નોટીસને ત્રણ માસ વીત્યા છતાં ગુજરાત ગેસ દ્વારા દંડની રકમ ભરવામાં આવી ના હતી જેથી આજે ફરીથી યાદી મોકલી દંડની રકમ 7 દિવસમાં ભરપાઈ કરવા જણાવ્યું છે