જામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણ
જામનગર શહેરમાં માં ચેમ્બર કોલોની ના મેઈન રોડ પર રાધે ક્રિષ્ના ના મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી પંદર દિવસથી પાણી ની પાઇપ લાઇન નાખવાનું કામ શરૂૂ કરાયું હતું. પરંતુ તે દરમિયાન જૂની પાણી ની પાઇપ લાઇન ટુટી જતાં રસ્તામાં પાણી ભરાઈ જાય છે, અને જે પાણી ની પાઇપ લાઇન નાખી છે, તેના માટે રોડ તોડી નાખ્યો છે, પરંતુ છેલ્લા પંદર દિવસ થી મહાનગરપાલિકા ના કોઈ અધીકારી જોવા નથી આવ્યા. જે બાબતે કોન્ટ્રાક્ટ ને વાત કરી તો કહેછે કે ટેન્ડર ભરાશે પછી રોડ બનશે.
દરમિયાન સ્થાનિક નાગરિકો ત્યાંથી અવર જવર માટે હેરાન પરેશાન થતા હોવાથી જાતે જ રોડ રસ્તો રીપેર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેટલાક સ્થાનિક યુવાનોએ પાવડા વગેરેની મદદ લઈને અનેક ખાડાઓ સાથેનો રસ્તો કે જેને ફરીથી કામચલાઉ સમથળ બનાવી લેવાયો છે, અને હાલ પૂરતો હંગામી રસ્તો શરૂૂ કરવાની સ્થાનિકોને ફરજ પડી છે.