For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RMCનો નવો ફતવો, મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશે

06:31 PM Oct 30, 2025 IST | admin
rmcનો નવો ફતવો  મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશે

Advertisement

છેલ્લા ચાર માસથી ત્રણ પોર્ટલમાં ગૂંચવાયેલુ કોકડું હજુ પણ ન ઉકેલાતા જન્મ-મરણ વિભાગે સરળ રસ્તો શોધ્યો

મરણ સર્ટિ માટે ઇ-મેઇલ આઇડી ફરજિયાત કર્યા બાદ નવા ફોર્મેટ મુજબનું સર્ટી. કેન્દ્રના પોર્ટલ પરથી મેળવવુ પડશે

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 4 માસથી આંધાધૂંધી સર્જાઇ છે. કેન્દ્ર સરકારનું પોર્ટલ ચાલુ થયા બાદ સપ્ટેમ્બર માસ બાદના જન્મ-મરણ સહિતના ડેટાઓ અપલોડ ન થતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. છેલ્લા ચાર માસથી જન્મ-મરણ વિભાગ લોકલ પોર્ટલ તથા રાજ્ય સરકારનું પોર્ટલ અને કેન્દ્ર સરકારના પોર્ટલ વચ્ચે ગોથામારી રહ્યુ છે અને હવે ચાલુ વર્ષના મરણના દાખલાઓ ઇ-મેઇલ આઇડી મારફત અરજદારોને મોકલવાનું ચાલુ કરી હવે ફકત ઓનલાઇન જ મરણના દાખલાની કલર કોપી નીકળી શકશે તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ચાર માસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી 2020 પછીની એન્ટ્રી થઇ શકતી હોય 2020 પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર 2025 પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર 2020 પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા હતા. છતાં સપ્ટેમ્બર માસ બાદના મરણના દાખલાઓની કોપી ન નીકળતા હવે ઓનલાઇન દાખલો કાઢવો તેવી સૂચના અરજદારોને આપવામાં આવી રહી છે.

જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.1-9-25થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ 2020 પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં ચાર માસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂૂ કરવાની સૂચના આપી હતી.

જેના લીધે મહાનગરપાલિકાએ ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કર્યુ હતું છતાં સપ્ટેમ્બર માસ બાદના તમામ ડેટાઓ પોર્ટલ ઉતર અપલોટ થતા ન હતા હોસ્પિટલો દ્વારા બે-બે વખત એન્ટ્રી કરવા છતા પોર્ટલ પરથી દાખલાઓ ન નીકળતા હવે મરણ જનાર વ્યકિતના સંબંધીએ ઇમેલ આઇડી આપેલ હોય તેના પર દાખલાની પીડીએફ મોકલી ઓનલાઇન દાખલા કાઢવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમ જાણવા મળેલ છે.

ફોર્મેટ ફરી જતા ડખ્ખો ઉભો થયો
મહાનગરપાલિકા દ્વારા લોકલ પોર્ટલ ઉપર જન્મ-મરણના દાખલાઓ કાઢી આપવામાં આવતા હતા કાર્યવાહી સરળ બનાવવા માટે તંત્રએ અગાઉથી ફોર્મેટ તૈયાર કરી દાખલાઓની હાર્ડ કોપી છપાવી લીધેલ જેથી અરજદારનો ડેટા કોમ્પ્યુટરમાં અપલોડ થાય ત્યારે હાર્ડ કોપી ઉતર તે મુજબનું પીન્ટીંગ કરી કોપી કાઢી આપવામાં આવતી હતી. પરંતુ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર મરણ અને જન્મના દાખલાનું ફોર્મેટ અલગ હોવાથી મનપાએ છપાવેલ તમામ દાખલાઓ હવે નકામાં થઇ ગયા છે. જેના લીધે હાલ કામ સરળ બનાવવા ઓનલાઇન દાખલા કાઢવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement