કલ્પક સહિત 7 ઉમેદવારો ઉપર જોખમ, સહકાર જૂથના વાંધા-વચકા
નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા, બન્ને જૂથે વકીલોની ફોજ ઉતારી, બપોર બાદ સુનાવણી
રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટરોની આગામી તા. 21ના રોજ યોજાનાર ચૂંટણીમાં સહકાર પેનલ અનેસંસ્કાર પેનલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરાયેલા ઉમેદવારી પત્રકોની આજે જિલ્લાકલેક્ટરની હાજરીમાં ચકાસણી કરવામાં આવી ત્યારે કલ્પક મણિયાર સહિત સંસ્કાર પેનલના સાત ઉમેદવારો સામે હરિફ ઉમેદવારોએ વાંધારજૂ કરતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વાંધાઓ અંગે કલેક્ટર દ્વારા ઉમેદવારો પાસેથી જરૂરી પુરાવા માંગવામાં આવ્યા અને સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવનાર છે. ત્યારે સંસ્કાર પેનલના અડધો અડધ ઉમેદવારો ઉપર ફોર્મ રદ થવાનું જોખમ સર્જાયુ છે. સામા પક્ષે સહકાર પેનલના એક ઉમેદવાર સામે પણ વાંધો રજૂ કરાયો છે.
28 વર્ષ બાદ પ્રથમ વખત નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણીમાં જ્યોતિન્દ્રભાઈ મહેતા જૂથની સહકાર પેનલ અને કલ્પક મણીયાર જૂથની સંસ્કાર પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. પરંતુ તેપૂર્વે ઉમેદવારી પત્રકો સામે વાંધા-વચકા ઉભા કરી ફોર્મ રદ કરાવવા માટે સહકાર પેનલ દદ્વારા અમદાવાદથી સહકારી ક્ષેત્રના નિષ્ણાંત વકીલોની ફોજ ઉતારી દેવામાં આવી છે. જ્યારે સંસ્કાર પેનલ દ્વારા સ્થાનિક વકિલોને ઉભા રાખવામાં આવ્યા છે.
સહકાર પેનલના 21 ઉમેદવાર સામે સંસ્કાર પેનલ શહેરી વિસ્તારની 15 બેઠકો ઉપર જ ઉમેદવારો ઉભા રાખી શકી હોય સહકાર પેનલના રાજકોટ શહેર સિવાયની બેઠકોના સુરેન્દ્રભાઈ પટેલ સહિતના પાંચ ઉમેદવારો તેમજ શહેરની એસસીએસટી બેઠકના ઉમેદવાર બિનહરીફ જાહેર થયાનું જાણવા મળે છે.
કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી દરમિયાન વાંધા-વચકા રજૂથતા મામલો ગરમાયો છે અને બન્ને જૂથના ટેકેદારોના ટોળા ઉમટ્યા છે.રાજકોટ નાગરિક સહકારી બેંકના 21 બોર્ડ ઓફ ડિરેક્ટરોને ચૂંટણીમાં યોજાનાર ચૂંટણીમાં સહકાર પેનલના 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલના 15 ઉમેદવારોના નામકરણ બાદ આજે ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભાવ જોશીની અધ્યક્ષ સ્થાને ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી.જેમાં સંસ્કાર પેનલના સાત જેટલા ઉમેદવારોના વાંધા લેવામાં આવ્યા છે જેમાં અન્ય બેકમાં ડિરેક્ટર હોવાના, ટેકેદારે એકથી વધુ ફોર્મમાં સાઇન કરી, આઠ વર્ષથી વધુ ડિરેક્ટર રહ્યા ઉમેદવારોએ ફોર્મ ભર્યા સહિતના વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. બીજી બાજુ સહકાર પેનલના 21 બધા જ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
કલ્પક મણીયાર સહિતના સાત જેટલા ઉમેદવારો સામે વાંધાઓ લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરી અન્ય બેંકમાં સભ્ય હોવાના વાંધા રજુ કરવામાં આવ્યા હતા.તેમજ કલ્પકભાઈન આઠ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર રહ્યા હોય તેની સામે તેની સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ન આવવાનો પણ વાંધો લેવામાં આવ્યો હતો. સાથે વાંધા અરજીની ચુનાવણી બપોર બાદ રાખવામાં આવી છે.
સંસ્કાર પેનલ તરફથી એડવોકેટ સ્થાનિક રાખવામાં આવ્યા છે તો બીજી સહકાર પેનલ દ્વારા અમદાવાદથી સ્પેશિયલ વકીલોની ફોજ ઉતારવામાં આવી હતી. તો બીજી બાજુ સંસ્કાર પેનલના સૂત્રો જણાવ્યું હતું કે જે આઠ વર્ષનો નિયમ છે તે વર્ષ 2020 માં લાગુ કરવામાં આવ્યો છે. અને આ નિયમ આર.બી આઇ લાગુ કર્યો છે કલ્પકભાઈને લાગુ નથી પડતો ડાયરેક્ટ બન્યા બાદ રિઝર્વ બેંકને જે કોઈ કાર્યવાહી કરવી હશે તે કાર્યવાહી કરશે.
સહકાર પેનલના 6 ઉમેદવાર બિનહરીફ
મંગેશજી જોશી (મુંબઈ), દિપકભાઈ બકરાણીયા (મોરબી), હસુભાઈ હિંડોચા (જામનગર), સુરેન્દ્રભાઈ પટેલ (અમદાવાદ), લલીત વોરા (ધોરાજી), નવીન પટેલ (એસ.સી.એસ.ટી. બેઠક)
સંસ્કાર પેનલના આ ઉમેદવારો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા
- કલ્પક મણિયાર
- જયતિ ધોળકિયા
- લલીત વડેરિયા
- હિમાંશુ ચિન્મય
- મિહીર મણિયાર
- નિમેશ કેશરિયા
આરએનએસબીની ચૂંટણી રદ કરો : યશવંત જનાણી
રાજકોટ નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનો મામલો ભારે ગરમાવા વચ્ચે ઉકળતા ચરૂ જેવો બની ગયો છે. સામસામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે બેંકના શેર હોલ્ડર યશવંત જસાણીએ આ બેંકની ચૂંટણી જ રદ કરવા માંગણી કરી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, સભાના પ્રતિનિધિઓની નિમણુંક ગેરકાયદેસર હોવાનો મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ બારાનો ચુકાદો આગામી 3જી ડિસેમ્બરે આવનાર હોવાથી ચૂંટણી સ્થગિત રાખવી જરૂરી છે. યશવંત જનાણીએ રોષભેર એવુ પણ જણાવ્યું હતું કે, શેર હોલ્ડરોને મતદાન કે ચૂંટણી અંગેની કોઈ જાણ પર કરાઈ નથી. ત્યારે ચૂંટણી રદ કરવી જરૂરી છે.