‘રાઇઝિંગ રાજકોટ’ શહેરના વિકાસની 20 વર્ષની ગૌરવ ગાથાનું ભવ્ય પ્રદર્શન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.22/11/2025ના રોજ કરવામાં આવેલ.
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનું તા.22-11-2025 થી તા.21-12-2025 સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે 10:00 થી રાત્રીના 10:00 વાગ્યા સુધીનો રહેશે. ખુલ્લું મુક્યાથી અત્યાર સુધીમાં 15000થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્સાહ, પ્રશંસા અને ગૌરવભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાજકોટની શહેરી વિકાસ યાત્રા 20 વર્ષની યશોગાથા પ્રદર્શન શરૂૂઆતથી જ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના ભૂતકાળથી લઈ વર્તમાન અને ભવિષ્યના વિકાસ સુધીની સફર રજૂ કરતું આ પ્રદર્શન રાજકોટની સતત પ્રગતિ, આયોજનબદ્ધ વૃદ્ધિ અને શહેરી સુધારાના પ્રયાસોની જીવંત સાક્ષી બની રહ્યું છે.
પ્રદર્શનના પ્રથમ જ દિવસથી નાગરિકોની વધતી ભીડ, સોશિયલ મીડિયામાં વધતી ચર્ચા અને મુલાકાતીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદે આ પ્રદર્શનને ખરેખર રાઇઝિંગ રાજકોટનું પ્રતિનિધિત્વ આપ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા તમામ નાગરિકોને હાર્દિક આમંત્રણ પાઠવે છે કે તેઓ પરિવાર, મિત્રો, વિદ્યાર્થીઓ સાથે આ યશોગાથાનું નિહાળન કરે અને શહેરના વિકાસની ઉજ્જવળ સફરમાં સહભાગી બને.
પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓ
- ઈતિહાસિક રાજકોટની વારસાગાથા જૂના નકશા, હેરિટેજ સ્થાનક, અછોડાઈ ગયેલી દુર્લભ તસવીરો અને રાજકીય-સાંસ્કૃતિક પરંપરાઓની યાદગાર રજૂઆત.
- આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફર નવા બ્રિજ, મોબિલિટી સિસ્ટમ, ગ્રીન પાર્ક, સ્વચ્છતા સિસ્ટમ, RMCની ટેક્નોલોજી આધારિત કામગીરી વગેરેનું ડિજિટલ પ્રેઝન્ટેશન.
- સ્વચ્છતા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ છેલ્લા 20 વર્ષમાં થતા પરિવર્તનોનું ઇન્ફોગ્રાફિક ડેટા, સ્માર્ટ મિશન મોડ્યુલો, CCTV નેટવર્ક, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આધુનિક માળખા
- ભવિષ્યની ઝલક આવનારા વર્ષના સ્માર્ટ મોડિલિટી, નવો ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ અને સસ્ટેઈનેબલ શહેરનું વિઝન.
- પાંચથી વધુ થીમેટિક ગેલેરીઓ દરેક ગેલેરીમાં અલગ-અલગ વિષય આધારિત સ્ટોરી ટેલિંગ.
- વિદ્યાર્થીઓ માટે વિશેષ ઈન્ટરએક્ટિવ ઝોન AR/VR માધ્યમથી વિકાસની યાત્રાનો અનુભવ.
- AIની મદદથી અલગ અલગ લોકેશનમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સેલ્ફીનો અનુભવ