For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ઋષભ શેટ્ટીને મળ્યો બેસ્ટનો એક્ટર એવોર્ડ, આ ગુજરાતી ફિલ્મે જીત્યો ખાસ ઍવોર્ડ

02:45 PM Aug 16, 2024 IST | Bhumika
70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ઋષભ શેટ્ટીને મળ્યો બેસ્ટનો એક્ટર એવોર્ડ  આ ગુજરાતી ફિલ્મે જીત્યો ખાસ ઍવોર્ડ
Advertisement

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારોએ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેમને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ગુલમોહરને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીને 'કંતારા' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 2022માં રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મ 'કંતારા'ને પસંદ કરવામાં આવી છે. નિત્યા મેનેન, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.

Advertisement

બેસ્ટ અભિનેતા - ઋષભ શેટ્ટી
બેસ્ટ અભિનેત્રી - નિત્યા મેનન, માનસી પારેખ
બેસ્ટ ફિલ્મ - કંતારા
બેસ્ટ  સહાયક અભિનેત્રી - નીના ગુપ્તા
બેસ્ટ ફીચર ફિલ્મ- અટ્ટમ
બેસ્ટ દિગ્દર્શક-સૂરજ બડજાત્યા
બેસ્ટ હિન્દી ફિલ્મ - ગુલમોહર
બેસ્ટ સિનેમેટોગ્રાફી - મોનો નો અવેર
બેસ્ટ સંગીત પુરસ્કાર - વિશાલ શેખર
બેસ્ટ સ્ટંટ કોરિયોગ્રાફી - KGF 2
બેસ્ટ તમિલ મૂવી - પોન્નિયન સેલવાન 2
બેસ્ટ મરાઠી ફિલ્મ - વલવી
બેસ્ટ પટકથા - આનંદ એકરશી
બેસ્ટ તેલુગુ મૂવી - કાર્તિકેય 2
બેસ્ટ કન્નડ ફિલ્મ - KGF 2
બેસ્ટ સંગીત નિર્દેશક - પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ ગીત - નૌશાદ સદર ખાન (ફૌજા)
બેસ્ટ સ્ક્રિપ્ટ - મોનો નો અવેર
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન - પોન્નિયન સેલવાન 2
બેસ્ટ વિશેષ અસર - બ્રહ્માસ્ત્ર

Advertisement
Tags :
Advertisement
Advertisement