For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કણકોટથી પારડી ચોકડી સુધીનો રિંગ રોડ-2 ફોરલેન બનશે

04:24 PM Jul 26, 2024 IST | admin
કણકોટથી પારડી ચોકડી સુધીનો રિંગ રોડ 2 ફોરલેન બનશે

રૂડા વિસ્તારમાં ખાનગી બોર્ડ ઊભા કરવામાં રાજકોટ મહાનગરપાલિકાની પોલિસી મુજબ કામગીરી થશે

Advertisement

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 173ની બોર્ડ બેઠક આજરોજ યોજાઈ હતી. રૂડા વિસ્તારના વિકાસના કામો માટેની અગાઉ તૈયાર કરવામાં આવેલ દરખાસ્તો પૈકી લોકો માટે અગત્યની હોય તે પ્રકારની દરખાસ્તનો ખર્ચ મંજુર કરવા માટે કમિટિના સભ્યો અને રૂડા ચેરમેન સહિતના દ્વારા આજે અન્ય પ્રોજેક્ટોની સાથો સાથ રીંગરોડ-2 ફેઈઝ-2નું કામ આગળ વધારવા માટેનો નિર્ણય લઈ કણકોટ ચોકડીથી પારડી ચોકડી સુધીના રોડને ફોરલેન બનાવવાના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. તેમજ રૂડા વિસ્તારમાં ખાનગી હોર્ડિંગ બોર્ડ માટે મહાપાલિકાની પોલીસીને અપનાવી મંજુર કરવામાં આવી હતી.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે બોર્ડ બેઠક યોજાઈ હતી. 173માં જનરલબોર્ડમાં આજે અનેક મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. ચેરમેન ડી.પી. દેસાઈની અધ્યક્ષતામાં કમિટીના સભ્યો દ્વારા રૂડા વિસ્તારના વિકાસના કામો માટે તૈયાર કરવામાં આવેલ દરખાસ્તનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ આ પ્રોજેક્ટ માટે થતા ખર્ચ તેમજ કામગીરી અંગે ચર્ચા હાથ ધરી અનેક કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નવો રીંગ રોડ એટલે કે રીંગ રોડ-2નું કામ પુરજોશમાં ચાલુ છે.

Advertisement

અટલ સરોવરની આસપાસનો રોડ ફોરલેન કરવામાં આવ્યો છે. જ્યારે રીંગરોડ-2નો અમુક ભાગ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવી જતાં આ રોડ ફોરલેન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બજેટ ફાળવવામાં આવશે તેમજ મંજુરી આપવામાં આવશે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના વિસ્તારમાંથી નિકળતા રિંગરોડ-2નું ફેઝ-2નું કામ આગળ વધારવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં કણકોટ ચોકડીથી પારડી ચોકડી સુધીના 8.13 કિલોમીટરના રોડને ફોરલેન બનાવવા માટેની મંજુરી આપવામાં આવી હતી. તેવી જ રીતે મહાનગરપાલિકા દ્વારા તેમની હદમાં લગાવવામાં આવતા ખાનગી હોર્ડિંગ બોર્ડ માટે જે પોલીસી તૈયાર કરવામાં આવી છે તે પોલીસીની અમલવારી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેનો અભ્યાસ કર્યા બાદ આ પોલીસી મુજબ શહેરી વિકાસ સત્તામંડળને મોટી આવક ઉભી થઈ શકે તેમ હોવાનું જણાતા રૂડાના વિસ્તારમાં ખાનગી હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પોલીસીનો સ્વીકાર કરી જેને મંજુરી આપવામાં આવી હતી.

આમ આજના જનરલ બોર્ડમાં અન્ય નાના મોટા કામોની સાથો સાથ કણકોટ ચોકડીથી પારડી ચોકડી સુધીના ફોરલેન રોડને અને ખાનગી હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા મહાનગરપાલિકાની પોલીસી સહિતના બન્ને અગત્યના પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતાં.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે 173મી બોર્ડ બેઠક ચેરમેન ડી.પી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત. રૂૂડા હસ્તકના રીંગરોડ-2, ફેઝ-2 કણકોટ ચોકડીથી પારડી ચોકડી લંબાઈ-8.13કી.મી. સુધીના રસ્તાને 4-માર્ગીય બનાવવા મંજૂરી આપી. રૂૂડાના વિસ્તારમાં ખાનગી હોર્ડીંગ ઉભા કરવા આરએમસીની પોલીસી સ્વીકારવા મંજુરી આપી. ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી.દેસાઈ, કલેકટર પ્રભવ જોષી, મ્યુનિ. રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકર રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજક પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા મનપાના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement