For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં રિહાનાનું આગ લગાડતું પરફોર્મ

12:09 PM Mar 02, 2024 IST | Bhumika
અનંત રાધિકાના પ્રી વેડિંગમાં રિહાનાનું આગ લગાડતું પરફોર્મ

ગઈકાલે રાત્રે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રથમ પ્રી-વેડિંગ ઈવેન્ટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં પોપ ક્વીન રિહાન્નાએ પરફોર્મ કર્યું હતું. તેણીએ નિયોન લીલા ચમકદાર પોશાકમાં તેના પ્રદર્શનથી દરેકને આગ લગાવી દીધી હતી. હવે તેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

ભારતમાં રિહાન્નાનું આ પહેલું સ્ટેજ પર્ફોર્મન્સ હતું જેમાં તેણે તેના સિંગિંગ સાથે શોમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.તેના ચાહકોને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ, આખરે રિહાન્નાએ અંબાણી પરિવારના ફંક્શનમાં પરફોર્મ કર્યું જે 1 માર્ચના રોજ ગુજરાતના જામનગરમાં યોજાયો હતો. હવે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિહાન્નાએ અંબાણી ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. રિહાન્નાએ શોમાં મહેમાનો માટે તેના ઘણા પ્રખ્યાત અને આઇકોનિક ગીતો રજૂ કર્યા હતા,તેણે સ્ટેજ પર પોર ઈટ અપ જેવા ટ્રેન્ડિંગ ગીતો પર પણ ડાન્સ કર્યો હતો. દેખીતી રીતે, ગઈકાલની શોસ્ટોપર રીહાના હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રિહાન્નાએ તેના પરફોર્મન્સ માટે લગભગ 52 કરોડ રૂૂપિયા લીધા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પર, પોપ સ્ટાર રિહાન્નાએ કહ્યું, તે શ્રેષ્ઠ હતું... અને હું ભારત પરત આવવા માંગુ છું... મને ગમ્યું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement