10 ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરે જેલમાંથી છૂટી ફરી 6.25 લાખની ચોરી કરી
આર્કિટેકના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
શહેરના યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ સોસાયટીમાં રહેતા આર્કિટેક અક્ષય મુંગરાના ઘરે ત્રણ દિવસ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો. અક્ષય મુંગરા તેમના એક વર્ષના પુત્રને કફની બીમારી સબબ ઘરેથી એઈમ્સ હોસ્પિટલ પર તેઓ તેમના પત્ની સાથે દવા લેવા ગયેલા હતા. ઘરે કોઈ ન હોય જેથી ઘરને તાળુ મારીને ગયેલા હતા. ડેલીને તાળુ મારેલ ન હતું. બાદમાં એઈમ્સ હોસ્પિટલ ખાતે તબીબે પુત્રને દાખલ કરવાનું જણાવતા તેઓ એઈમ્સ હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે રાત્રે રોકાયેલા હતા. બાદમા બીજા દિવસે સવારના 7.30 વાગ્યે પાડોશી ચમનભાઈ સવસાણીનો ફોન આવેલો કે, તમારા ઘરનું તાળુ તુટેલું છે.
જેથી તેઓ પુત્રની હોસ્પિટલમાથી રજા લઈને ઘરે આવેલા હતા. ઘરે પહોંચતા જોયું તો ઘરે ડેલી ખુલેલી તથા નીચે મુખ્ય રૂૂમનો દરવાજાનો નકુચો તુટેલો હતો. તાળુ નકુચામાં જ હતું. બાદમા ઘરની અંદર જઈને જોતા હોલમાં ચીજ વસ્તુ અસ્તવ્યસ્ત હતી. રસોડા પછી બેડરૂૂમ આવેલો છે ત્યા અંદર જઈ તપાસ કરતા અમારી બેડ પર ચીજ વસ્તુઓ પડેલી હતી અને બંને કબાટ ખુલેલા હતા. કબાટમા તપાસ કરતા કબાટમા રાખેલા સોનાની ચેઈન, સોનાના પાંચ કઈડા (રીંગ), છ સોનાની વીંટી, ત્રણ સોનાના પેન્ડલ, સોનાનુ મંગલસુત્ર, સોનાની કાનની બુટી, સોનાનું બ્રેસ્લેટ મળી કુલ 75 ગ્રામ સોનાના દાગીના રૂૂ.4.80 લાખ તેમજ ચાંદીની વસ્તુમા ચાર જોડી ચાંદીના નજરીયા, સાંકળા, ચાંદીની ઝાંઝરી, ચાંદીની બંગડી, ચાંદીનું બ્રેસ્લેટ, ચાંદીનુ પેંડલ શેટ એમ મળીને કુલ ચાંદી 150 ગ્રામ ચાંદી 15 હજાર અને રોકડ 1.30 લાખ મળી રોકડ અને સોના ચાંદીના દાગીના સહીત કુલ 6.25 લાખનો મુદામલની ચોરી થયો હોય.
આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. ઋષીકેશ સોસાયટી થયલી રૂૂ.6.25 લાખની ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને યુનિવર્સીટી પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબી ઝોન-2ની ટીમને સફળતા મળી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ ચોરી માં સંડોવાયે નામચીન તસ્કર અગાઉ રૈયાધારમાં અને હાલ કાલાવડના નિકાવા તાબેના ખડધોરાજી ગામે રહેતાં 40 વર્ષિય રીઢો તસ્કર શિવા જેરામભાઇ વાજેલીયાને ઝડપી લીધો હતો. નામચીન શિવા વાજેલીયાએ આર્કિટેકના બંધ મકાનને નિશાન બનાવ્યું તે વિસ્તારોથી તે વાકેફ છે. બે વર્ષથી ખડધોરાજી રહેવા જતો રહ્યો છે.
ત્યાંથી રાત્રે રાજકોટ આવી જતો હતો અને મુસાફરોને મુકવાના બહાને રેકી કરતો હતો. મોટા ભાગે જામનગર રોડ,યુનિવર્સીટી વિસ્તાર, પરાશર પાર્ક, બજરંગવાડી, કૃષ્ણનગરમાં જ ચોરીઓ કરી છે. અહીં રોડ પર રિક્ષા રાખી સોસાયટીઓમાં જઈ બંધ મકાનમાં ત્રાટકી તાળા તોડી, કબાટની તિજોરી તોડી ચોરીઓ કરનાર શિવા વાજેલીયાને 9 મહિના પહેલા જ એલસીબી ઝોન-2ની ટીમે પકડી પુછપરછ કરતા તેણે 2 વર્ષમાં 10 ચોરીની કબુલાત આપી હતી. જેલ માંથી થોડા દિવસ પૂર્વે જ છુટેલા શિવા વાજેલીયાએ આર્કિટેકના ઘરમાં ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો.