For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિદ્ધિની ગૌરવપૂર્ણ સિદ્ધિ: શિક્ષણની કેડીએ યુવાઓને દેખાડે છે સફળતાની સીડી

10:56 AM May 28, 2025 IST | Bhumika
રિદ્ધિની ગૌરવપૂર્ણ સિદ્ધિ  શિક્ષણની કેડીએ યુવાઓને દેખાડે છે સફળતાની સીડી

નાનપણમાં દૃષ્ટિ ગુમાવી, પિતા ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું, પીએચ.ડી. કર્યું, જી સેટની પરીક્ષામાં ક્વોલિફાય થઈ ડો.રિદ્ધિ સોની બન્યા પ્રાધ્યાપિકા

Advertisement

દૃષ્ટિવિહીન હોવા છતાં અનેકના જીવનમાં શિક્ષણ આપી ઉજાસ ફેલાવે છે અને યુવાઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે પ્રો.ડો.રિદ્ધિ સોની

"વલસાડની બીકેએમ સાયન્સ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપિકા તરીકે મારી પસંદગી થઈ ત્યારે વિદ્યાર્થીઓને એમ હતું કે હું કઈ રીતે એ લોકોને ભણાવીશ? હું લેક્ચર પહેલાં તૈયારી કરીને જતી.પેજ નંબર, લાઈન નંબર સાથે એ લોકોને સમજાવતી ત્યારે એ લોકોને પણ આશ્ચર્ય થતું.બીજા દિવસે પણ જ્યાંથી અધૂરું મૂક્યું હોય ત્યાંથી શરૂૂ કરતી. રિટર્ન એન્ડ સ્પોકન ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન બાબત પણ તેઓને મૂંઝવણ હતી જે મેં બીજા દિવસે લેપટોપમાં સમજાવી દૂર કરી આમ દરેક પડકારનો હિંમતથી સામનો કરીને મેં મારી જાતને સાબિત કરી હતી.” આ શબ્દો છે બી.કે.એમ. સાયન્સ કોલેજ વલસાડના પ્રોફેસર ડો. રિદ્ધિ સોનીના, જેમણે જન્મના એક વર્ષ બાદ આંખો ગુમાવી ત્યારથી લઈને પ્રોફેસર બનવા સુધીની સંઘર્ષ ભરી સફર ખેડી છે.વિધાતા લેખ લખવામાં જાણે કઠોર બન્યા હોય એમ ડગલે ને પગલે સંઘર્ષ આવ્યો.આજે અનેક સગવડો વચ્ચે પણ નાની નાની વાતમાં માણસ હતાશ થઈ જાય છે ત્યારે ડો. રિદ્ધિ સોનીની ગૌરવપૂર્ણ સિદ્ધિની સફર જાણવા જેવી છે.
જન્મ અને પ્રારંભિક અભ્યાસ અમરેલીમાં થયો.

Advertisement

જયેશભાઇ સોની અને સોનલબેન સોનીને ત્યાં જ્યારે ટ્વિન્સ દીકરા-દીકરીનો જન્મ થયો ત્યારે ખુશીનો કોઈ પાર નહોતો પરંતુ એક વર્ષ બાદ દીકરી રિદ્ધિની આંખમાં રેટીનો બ્લાસ્ટમાં એટલે કે આંખનું કેન્સર થયું. એ સમયે આ રોગની કોઈ સારવાર ન હોવાના કારણે આંખો દૂર કરવી એ એક માત્ર વિકલ્પ હતો. કેન્સર મગજ સુધી ન પહોંચે અને જીવનું જોખમ ન રહે તે માટે આંખ અને મગજને જોડતી નસ બાળી નાખવામાં આવી અને હસતી ખેલતી દીકરી દ્દષ્ટિવિહીન બની ગઈ. હજુ આ આંચકો સહન કરે ત્યાં અઢી વર્ષની ઉંમરે પિતાજીએ વિદાય લીધી. દ્દષ્ટિ ગુમાવી,પિતાની છત્રછાયા ગુમાવી પણ નિયતિએ સંઘર્ષ સાથે સહાય કરનાર પણ મોકલ્યા. રિદ્ધિબેનના મોસાળ પક્ષે પિતાની ગેરહાજરીમાં પરિવારની બધી જવાબદારી નિભાવી.

બંને ભાઈ-બહેનને ભણાવવા સહિત બધી જ જવાબદારી તેમના ત્રણે મામા સંજયભાઈ ચોકસી, ભરતભાઈ ચોકસી, અને કમલેશભાઈ ચોકસીએ બખૂબી નિભાવી.આ બાબતે રિદ્ધિબેન જણાવે છે કે, "અમને બંને ભાઈ-બહેન તેમજ માતાને મામાએ ખૂબ મદદ કરી છે કયારેક એમ થાય છે કે ત્રણે મામા ન હોત તો ભણી શકાયું ન હોત.ભાઈને પણ સિવિલ એન્જિનિયરિંગ સુધી ભણાવ્યો, યુએસ મોકલ્યો પગભર બનાવ્યો અને મારી ડિસેબિલિટી હોવા છતાં ડગલે ને પગલે મામા ઉપરાંત મામીનો પણ ખૂબ સહયોગ રહ્યો.અભ્યાસ માટે ત્રણે મામી પણ વાંચીને રેકોર્ડ કરી આપતા તેમજ માતા હાજર ન હોય ત્યારે બહાર જવામાં પણ સાથે આવતા એ કેમ ભુલાય?”

એકથી આઠ ધોરણ અમરેલી અને ત્યારબાદ વધારે સારી રીતે અભ્યાસ કરવા માટે નવમા ધોરણથી અમદાવાદ શિફ્ટ થયા.અમદાવાદ જઈને માતાએ જોબ શરૂૂ કરી અને રિદ્ધિબેન હોસ્ટેલમાં દાખલ થયા જેથી રીડર્સ અને ટીચર્સ ફાજલ સમયમાં વધુ અભ્યાસ કરાવી શકે. નવમા ધોરણથી જ આ જ રીતે અભ્યાસ શરૂૂ થયો રાઈટરની મદદથી પરીક્ષા આપતા. ઉપરાંત માતા, મામી, મામા વગેરે અભ્યાસક્રમ વાંચીને રેકોર્ડ કરી આપતા જે તેઓ ફાજલ સમયમાં સાંભળીને પરીક્ષા આપતા. એ સમયે તેઓને ક્ધયા કેળવણી પુરસ્કાર પણ મળેલો. 12 ધોરણ પછી અંગ્રેજી વિષય સાથે બી.એ. અને એમ.એ. કર્યું. કમ્પ્યુટર, લેપટોપ વગેરેમાં બુકને સ્કેન કરીને સેવ કરી લેતા જેથી અભ્યાસ કરવો સરળ બન્યો. ત્યારબાદ નિર્ણયાત્મક તબક્કો આવ્યો. કોઈ પણ ફિલ્ડમાં જવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૂૂરી હતી આમ સ્પર્ધાત્મક પરીક્ષા આપી આ સમયે રાત્રે જાગીને બધી બુક્સ સ્કેન કરી લેતા તેમજ ગવર્મેન્ટની ઘણી સ્કીમ પણ ઉપયોગી બની. સુગમ્ય પુસ્તકાલય તેમજ બુક શેર વેબસાઈટ ખૂબ ઉપયોગી બની. આ રીતે જીસેટની એકઝામ તેઓએ ક્વોલિફાઇડ કરી અને 2018માં રાજપીપળા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મળી. જોબની સાથે ડો. કવિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પણ તૈયાર શરૂૂ કરી.

થોડા સમય બાદ અધ્યાપક સહાયક યોજના અંતર્ગત ટોપ સિક્સને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા જેમાંના રિદ્ધિબેન પણ એક હતા. હાઈએસ્ટ મેરીટ અને નોલેજના કારણે બીકેએમ સાયન્સ કોલેજમાં તેઓ પસંદગી પામ્યા. પ્રિન્સિપાલ ડો. વિકાસ દેસાઈ તેમજ ત્યાંની ગર્લ્સ હોસ્ટેલના મેનેજિંગ ડિરેક્ટર કિર્તીભાઈ દેસાઈએ સહયોગ આપ્યો અને કોલેજની હોસ્ટેલમાં જ રહેવાની વ્યવસ્થા કરી. પડકારજનક સમય બાબત તેઓએ જણાવ્યું કે અહીં સાયન્સ કોલેજ હતી. વિદ્યાર્થીઓને વિજ્ઞાન સિવાય સાહિત્યમાં રસ લેતા કરવા એ ચેલેન્જ હતી આમ છતાં જુદી જુદી રીતે અભ્યાસ કરાવી તેમાં પણ સફળતા મેળવી. સ્પર્ધાત્મક પરીક્ષા વખતે પુસ્તકો વાંચવામાં મર્યાદા આવી જતી ત્યારે પણ થોડી મૂંઝવણ થતી. "વાંચવાનો ખૂબ શોખ ધરાવતા રિદ્ધિબેન વાંચે ગુજરાત અંતર્ગત વિજેતા બન્યા હતા અને તમામ વિજેતા લોકો માટે યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તે યાદગાર ક્ષણ હતી.”

દ્દષ્ટિ વગર અનેક મુશ્કેલીનો સામનો કરનાર રિદ્ધિબેનને ભવિષ્યમાં રિસર્ચ વર્કમાં આગળ કામ કરવાની ઈચ્છા છે.તેઓ જણાવે છે પીએચ.ડી. પહેલું પગથિયું છે હજુ પુસ્તક સુધી પહોંચવું છે.રિદ્ધિબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

બંધ દરવાજાને છે ધક્કો મારવાની જરૂૂર
"દ્દષ્ટિવિહીન હોવા છતાં અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપી તેમના જીવનમાં ઉજાસ ફેલાવનાર તથા કેરિયર માટેની દિશા દેખાડનાર રિદ્ધિબેને સંદેશ આપતા જણાવ્યું કે,” નોલેજ વગર કાંઈ જ શક્ય નથી.વર્તમાન ટેકનોલોજી શીખો અને તેનો ઉપયોગ કરો. ભવિષ્ય ટેકનોલોજી વગર સંભવ નથી. ટેકનોલોજી લાઇફને સરળ બનાવે છે. ડિસેબિલિટીને ટેકનોલોજી દ્વારા જ હરાવી છે. દરેકના જીવનમાં સંઘર્ષ રહેવાનો, એનો અર્થ એમ નથી કે આપણે હારી જઈએ. દરવાજો બંધ છે પરંતુ આપણે ધક્કો મારવાની જરૂૂર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement