રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઊલટી-ઉબકાનું નાટક કરી મુસાફરોને ખંખેરી લેતી રિક્ષા ગેંગની ધરપકડ

05:07 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચુકવી તફડંચી કરતી રીક્ષાગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી ઉલ્ટી-ઉબ્કાનું નાટક કરી મુસાફરોને ખંખેરી લેતી રીક્ષાગેંગના બે શખ્સોને ઝડપી લીધા હતાં. રીક્ષાગેંગે એક મહિનામાં પાંચ ગુના આચર્યાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં જ 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસેથી મુસાફરને રીક્ષામાં બેસાડી રીક્ષાગેંગ દ્વારા ઉલ્ટી ઉબ્કાનું નાટક કરી રોકડની તફડંચી કરી હતી.
ફરિયાદ નોંધાતા પીઆઈ જે.આર. દેશાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ. ગજેરા, હેડ કોન્સ. અજય વિકમા, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતનો સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન મુસાફરોના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરના પાકીટ સેરવી લેતી રીક્ષાગેંગ 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે હોવાની બાતમીના આધારે પોલીસે આરોપી અજય રાજુ મકવાણા(ચૂનારાવાડ, દૂધસાગર રોડ) અને સાગર ધીરૂભાઈ રાઠોડ (મનહરપરા, ભાવનગર રોડ)ને ઝડપી પાડી રૂા. 10 હજારની રોકડ તથા રીક્ષા મળી કુલ રૂા. 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછપરછ કરતા તેઓ 10 દિવસ પહેલા માલવિયા કોલેજ પાસેથી મુસાફરના રૂા. 1500, કોઠારિયા સોલવન્ટમાંથી મુસાફરના રૂા. 1000, અઠવાડિયા પહેલા 150 ફૂટ રીંગ રોડ ઉપર ઓમનગર સર્કલ પાસેથી મુસાફરના રૂા. 1100, એક મહિના પહેલા ગોંડલ ચોકડી પાસેથી રૂા. 1500 તથા 20 દિવસ પહેલા મુસાફરના રૂા. 1000 તફડાવી લીધાની કબુલાત આપી હતી.પોલીસના જણાવ્યા મુજબ આરોપી અજય મકવાણા અગાઉ આઠ ગુનામાં અને સાગર રાઠોડ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement