For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ

12:18 PM Aug 30, 2025 IST | Bhumika
મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર  પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી જી.જે. 13 ટી. 6646 નંબરના રીક્ષા ચાલક રસિકભાઈએ પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા માર્ગમાં એકાએક આખલો ચડી આવતા તેમણે પોતાના રિક્ષાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. બી આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા લલીતાબેન નામના 55 વર્ષના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ તથા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત તેમની સાથે જઈ રહેલા આંધ્રપ્રદેશ રાજ્યના શ્રી કાકુલમ ગામના રહીશ નીલાકંથમ વેંકટરત્નમ અમનાના (ઉ.વ. 69) તેમજ અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મીઠાપુર પોલીસે રિક્ષા ચાલક રસિકભાઈ સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

અકસ્માત
ભાણવડના ખરાવાડ વિસ્તારમાં રહેતા ભીખાભાઈ પરમાર નામના સતવારા વૃદ્ધ ગુરુવાર તા. 28 મી ના રોજ પોતાના મોટરસાયકલ નંબર જી.જે. 37 ડી. 1596 પર બેસીને નિત્યક્રમ મુજબ તેમની ગરાસ સીમ ખાતે આવેલી વાડીએ ફુલ લેવા જઈ રહ્યા હતા. ત્યારે સઈ દેવરીયા ગામ નજીક પહોંચતા સામેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક પરબત ભીખાભાઈ ભરવાડએ ભીમાભાઈ પરમારના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર દિલસુખભાઈ ભીખાભાઈ પરમારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પરબત ભીખાભાઈ ભરવાડ (રહે. સઈ દેવરીયા) સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

ડૂબી જતાં
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા સિંહણ ડેમમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલા નાગડા ગામના રહીશ કાનજીભાઈ લખમણભાઈ ધોડા ગામના 22 વર્ષના યુવાન પાણીમાંથી ભેંસોને બહાર કાઢવા જતા તેઓ અકસ્માતે પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની વેજાભાઈ વેજાણંદભાઈ ધોડા (ઉ.વ. 40, રહે. નાગડા) એ અહીંની પોલીસને કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement