ભગવતીપરામાં રિક્ષા અને બાઈક સામસામે આવી જતાં મારામારી : ચાર ઘવાયા
- વાહન સરખું ચલાવવાનું કહેતા છરી-ધોકા વડે તૂટી પડ્યા : બે મહિલા સહિત છ સામે ગુનો
શહેરના ભગવતીપરામાં રીક્ષા એન બાઈક સામસામે આવી જતાં ડખ્ખો થતાં સામસામે મારામારી થઈ હતી વાહન સરખુ ચલાવવાનું કહેતા ઝઘડો થતાં છરી-ધોકા વડે સામ સામે તુટી પડતા ચાર લોકો ઘવાયા હતાં.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં નદીકાંઠે મીયાણાવાસમાં રહેતા એન ફ્રુટનો ધંધો કરતા અનિલ ગભરૂભાઈ ભોજૈયા (ઉવ.31)એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અનિલ ઉર્ફે લાલો ધનજીભાી જીજરિયા, મનોજ ધનજીભાઈ જીંજરિયા, ધનજીભાઈ કરશનભાઈ જીંજરિયા, અને અનિલની પત્નીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે જ્યુબેલીથી ભાડાની રીક્ષા કરી ઘરે જતો હતો ત્યારે ભગવતીપરામાં પહોંચતા પાડોશમાં રહેતો અનિલ જીંજરિયા વણાંકમાં સામે આવી જતાં બંનેએ વાહન રોકી દેતા ભટકાયા ન હતાં જેથી વાહન સરખુ ચલાવવાનું કહેતા આરોપીએ ઝઘડો કરી ઘરે જઈ અન્ય આરોપીઓ સાથે આવી છરી, ધોકા, બેટ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી અનિલભાઈ તેનો ભાઈ સાગર (ઉ.વ.31), તેના બહેન હીનાબેન અને માતા ઉષાબેન ગભરૂભાઈને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. આ અંગે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી.
જ્યારે સામાપક્ષે અનિલ ઉર્ફે લાખો ધનજીભાઈ જીંજરિયા (ઉવ.37)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી તરીકે સાગર ગભરૂભાઈ ભોજૈયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલે તે બાઈક લઈ જતો હતો ત્યારે વણાંકમાં આરોપીની રીક્ષા સામે આવી જતાં ઝઘડો થતાં આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરી આરોપી હીનાબેન છુટા પથ્થરના ઘા કરી માર માર્યો હતો આ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.