રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજય
ગોંડલના રાજકારણમાં વધુ એક નવા ચહેરાનો ઉદય થયો છે. રીબડામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગ્રામ પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી જીતીને રાજકારણમાં પાપા પગલી શરૂ કરી છે.
ગોંડલ તાલુકા ની ગ્રામ પંચાયત ની પાંચ ગામની સરપંચ માટે તથા અન્ય સદસ્યોની પેટા ચુંટણીઓ નાં પરીણામ જાહેર થયા હતા.જેમાં તાલુકાભર ની જેના પર નજર હતી તે રીબડા ની વોર્ડ નં.8 ની યોજાયેલ પેટા ચુંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાનાં પુત્ર સત્યજીતસિંહ નો વિજય થયોછે.તેમનાં હરીફ રક્ષીત ખુંટ ની હાર થઇ છે.ચકચારી બનેલા આપઘાત પ્રકરણ નાં સ્વ.અમીત ખુંટ નાં રક્ષીત ખુંટ કૌટુંબિક ભાઇ થાય છે.હાલ આ ચકચારી કેસ માં અનિરુદ્ધસિંહ ફરાર છે.રીબડાની આ બેઠક પર પુર્વ ધારાસભ્ય મહિપતસિંહ ચુંટાયા હતા.તેમના નિધન થી બેઠક ખાલી પડી હતી.હવે આ બેઠક પર તેમના પૌત્ર સત્યજીતસિંહ નો વિજય થયો છે.ચોરડી ગ્રામ પંચાયત માં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.જેમાં જુના અને ધુરંધર આગેવાન ગણાતા દશરથસિહ ઝાલા ની હાર થઇ છે.અહી આશાબા રાજેન્દ્રસિંહ ઝાલાનો શાનદાર વિજય થયો છે.
રીબડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.8ની એક બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ જતા સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાને 111 મત જયારે તેના હરિફ રક્ષિત ખૂંટને માત્ર 37 મત મળતા સત્યજીતસિંહનો 74 મતની તોતિંગ લીડથી વિજય થયો હતો. સત્યજીતસિંહના વિજય બાદ રીબડામાં તેનુ ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, રીબડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.8ની આ બેઠક ઉપરથી સ્વ.મહિપતસિંહ જાડેજા પણ અનેક ટર્મ ચૂટાયા હતા. હવે દાદાની બેઠક ઉપર પૌત્રએ ચૂટાઇને રાજકારણમાં એન્ટ્રી કરતા ગોંડલના રાજકારણમાં નવી પેઢીનો ઉદય થયો છે.