For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદ

12:08 PM Nov 13, 2024 IST | admin
બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદ

મોઠોઈ ગામના ચકચારી પ્રકરણમાં પોલીસ સામે કેસ ચલાવવાનો આદેશ યથાવત

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઇ ગામ નાં બે યુવાનો ને પોલીસ દ્વારા માર મારવા આવ્યો હતો. જેમા અદાલતે કેસ ચલાવવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સામે પોલીસ કર્મચારીઓ દ્વારા રિવિઝન અરજી કરવામાં આવી હતી, જે અરજી ને અદાલતે રદ કરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોઠાઈ ગામમા રહેતા જીતેન્દ્રસિંહ ભીખુભા વાળા દ્વારા લાલપુર ની અદાલત માં એવા મતલબ ની ફરિયાદ દાખલ કરવામાં હતી કે ગત તાં.10-1-2012 ને રોજ પોતા નાં મિત્ર મહાવીરસિંહ બચુભા જાડેજા સાથે ઝાખર ગામ નાં પાટીયા પાસે આવેલી ચામુંડા હોટેલમાં જમવા ગયા હતા.

ત્યારે જમવાનું બરાબર ન હોવા બાબતે ફરિયાદ કરતાં હોટેલ કર્મચારી વસંતભાઈ તથા હોટલના સંચાલક હસનભાઈ દ્વારા ગાળો કાઢી હુમલો કરી ઝાપટ મારવામાં આવી હતી. આ પછી વાડીનાર પોલીસ સ્ટેશનન પો.સ.ઈ. પોપરવાડીયા ને બોલાવી લેવામાં આવ્યા હતા. તેણે પણ મારકુટ કરી બાદ મા પોલીસ સ્ટે. લઈ જવા માં આવ્યા હતા. તથા મોટો ગુનો દાખલ કરી બીજા દીવસે વાડીનાર પોલીસ મથક મા બોલાવી ત્યાં પણ જામનગર એલ સી બી પોલીસ દવારા તેમજ ઝાખર પાટીયે , ગામ તથા વાડીનાર મા જાહેરમાં માર મારેલ હતો.આથી લાલપુર ની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

Advertisement

જેથી અદાલતે ગત તા. 1-7-2024 ના રોજ હોટેલ વાળા હસન વલીભાઈ વિજપરા , અને વસંતભાઈ રબારી ,પો. સબ .ઇન્સ.હુશેનભાઈ પીપરવાડીયા તેમજ પોલીસ કર્મચારીઓ અજીતસિંહ, પ્રવિણસિંહ , શકિતસિંહ નિર્મળસિંહ , એલ.સી.બી નાં પો.સ.ઈ. જે એમ આલ , બાબભા , જશુભા , રણમલભાઈ અને ભરતસિંહ સામે કેસ ચલાવવા નો આદેશ અદાલત દ્વારા કરવા મા આવ્યો હતો. જેની સામે પોલીસ કર્મચારીઓ દ્વારા સેશન્સ અદાલતમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી. જામનગરના એડીશનલ ડીસ્ટ્રીકટ જજ આર વી. માંડાણી ની અદાલતમાં સુનાવણી થતાં પોલીસ ની રિવિઝન અરજી રદ કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસ મા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ નિખિલ બુધભટ્ટી , પાર્થ ડો.સામાણી તથા સમર્થ વેકરીયા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement