રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટથી કંટાળેલા ડીઈઓએ કરેલી રિવિઝનની અરજી મંજૂર

04:51 PM Jul 31, 2024 IST | admin
Advertisement

રાજકોટનો ચાર્જ તાલુકા શિક્ષણાધિકારીને સોંપાયો: જામનગર- બોટાદના અધિકારી મોડલ સ્કૂલમાં ફરજ બજાવશે

Advertisement

રાજકોટ, જામનગર અને બોટાદ જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા પોતાની મુળ જગ્યાએ વર્ગ-2ના અધિકારી તરીકે મુકવા રિવિઝન અરજી કરતા શિક્ષણ વિભાગ દ્વારા અરજીનો સ્વીકાર કરી તેઓને ફરી મુળ જગ્યાએ ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્રણેય અધિકારી હવે મોડલ સ્કુલમાં વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવશે. રાજકોટના ટીઆરપી કાંડ બાદ કામનું ભારણ વધી જતા રિવીઝન માંગ્યુ હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા જે અધિકારીઓને પ્રમોશન આપી વર્ગ-1માં સમાવેશ કર્યા હતા, તેમાં ઉમરાળાના ચોગઠની સરકારી સ્કૂલના આચાર્ય પ્રતિપાલસિંહ ગોહિલને પ્રમોશન આપી બોટાદના જિલ્લા શિક્ષણાધિકારી બનાવવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેરની સરકારી મોડલ સ્કૂલના આચાર્ય નિલેશ રાણીપાને પ્રમોશન આપી રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી અને મોટીબરારની મોડલ સ્કૂલના આચાર્ય ભરતકુમાર વિડજાને જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે, તેમણે પ્રમોશન મળ્યા બાદ તરત જ ચાર્જ સંભાળી પોતાની પ્રમોશનની જગ્યા પર હાજર પણ થઈ ગયા હતા. પરંતુ હાજર થયાના થોડાક જ મહિનામાં તેઓ પ્રમોશનને લઈને ખુશ ન હોવાથી તેમણ બઢતીનો અસ્વીકાર કરી મૂળ સંવર્ગમાં જવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત કરી હતી.

દરખાસ્તના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય ડીઈઓની બઢતીનો અસ્વીકાર મંજૂર કરીને તેમને પુન: વર્ગ-2ની જગ્યા પર મૂકવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ બોટાદના ડીઈઓ પ્રતિપાલસિંહ ગોહિલને પાલિતાણાના માનવડની મોડલ સ્કૂલમાં, રાજકોટના ડીઈઓ નિલેશ રાણીપાને વાંકાનેરની મોડલ સ્કૂલમાં અને જામનગરના ડીઈઓ ભરતકુમાર વિડજાને મોટીબરારની મોડલ સ્કૂલમાં વર્ગ-2ના અધિકારી તરીકે મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બઢતીનો અસ્વીકાર કરનારા અધિકારી પછીના કોઈ જૂનિયરને બઢતી આપતા જૂનિયરની સરખામણીમાં પોતાની સિનિયોરીટી ગુમાવશે તે શરતોને આધીન અધિકારીઓને પરત વર્ગ-2માં મૂકવામાં આ જગ્યા ખાલી પડતા અન્ય અધિકારીને ચાર્જ સોંપાયો વ્યા છે.

પ્રતિપાલસિંહને વર્ગ-2માં મૂકવામાં આવતા બોટાદના ડીઈઓની જગ્યા ખાલી પડી હતી. જેથી તેનો ચાર્જ બોટાદના ઉઙઊઘ ભરત વાઢેરને સોંપવામાં આવ્યો છે. જ્યારે નિલેશ રાણીપા જતા ખાલી પડેલી રાજકોટ ડીઈઓની જગ્યાનો હવાલો રાજકોટના ઉઙઊઘ દીક્ષિત પટેલને સોંપવામાં આવ્યો છે. ભરતકુમાર વિડજાને વર્ગ-2માં મૂકવામાં આવતા તેમની ખાલી પડેલી જામનગર ડીઈઓની જગ્યાનો ચાર્જ ઉઙઊઘ જામનગર વિપુલ મહેતાને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આ ત્રણેય અધિકારીઓને ચાર્જ લઈ તે અંગેનો રિપોર્ટ વિભાગને મોકલવા માટે જણાવાયું છે.

Tags :
DEOgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement