મહેસૂલી કાર્યવાહી-ટાઇટલ માટે સત્તા અને સમય મર્યાદા નકકી કરાઇ
અરજદારે પોર્ટલ પર જ અરજી કરવાની રહેશે, મામલતદારથી કલેકટર સુધીના અધિકારીઓએ 5 થી 7 દિવસમાં નિકાલ કરવો પડશે, નવો પરિપત્ર
રાજ્યના મહેસૂલ વિભાગે, ખેતીની જમીનોને બિનખેતીમાં રૂૂપાંતર કરવા તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નવી શરતની જમીનોને પ્રિમીયમ વસુલ લઈ બિનખેતી પરવાનગી આપવા સંદર્ભે પાત્રતા નક્કી કરવા અને રેકર્ડ પરના કબજેદાર કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવા પમહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રથ ઇસ્યુ કરવાનું હોય છે અગાઉની વિધિમાં કેટલીક બાંધછોડ અને અસ્પષ્ટતા હતી, જેને લઈને અનેક અરજદારોને સમયસર પ્રમાણપત્ર મળતું ન હતું. હવે નવો પરિપત્ર બહાર પાડી તબક્કાવાર કાર્યવાહી તથા જવાબદારી નક્કી કરીને સરકારે આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.
મહેસૂલ વિભાગે હવે એવું નક્કી કર્યુ છે કે, આવી મંજૂરી માટે અરજદારને પોર્ટલ પર જઇને નક્કી કરાયેલા નમૂનામાં અરજી ફોર્મ અને સ્વઘોષણાપત્ર અપલોડ કરવું પડશે. તમામ સહ-ખાતેદારોએ ફોર્મ પર સહી અથવા અંગૂઠાના નિશાન આપેલા હોવા જોઈશે. જો કોઈ ખોટી માહિતી આપવામાં આવશે તો તેવી વ્યક્તિ સામે ઈંઙઈ હેઠળ કાયદેસર કાર્યવાહી થશે. અરજદારે અરજી સાથે ઓનલાઇન જ રૂૂબરૂૂ જિલ્લા ઈ-ધરા ફંડમાં ફી જમા કરવી પડશે. પેમેન્ટ માટે ડેબિટ-ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ઞઙઈં વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો અરજી રદ થાય તો ચૂકવેલી ફી પરત મળશે નહીં. અરજીઓની ચકાસણી માટે નાયબ કલેક્ટર અને મામલતદાર જવાબદાર રહેશે. અગાઉના ચકાસણી અધિકારીને 5 દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. અરજદારે 7 દિવસમાં માહિતી પૂરી પાડવી પડશે.
આખરે, જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય 6 દિવસમાં લેશે. સંબંધિત વિભાગો અથવા કચેરીઓએ અરજી મળ્યા બાદ 7 દિવસની અંદર સ્પષ્ટ અભિપ્રાય આપવો ફરજિયાત રહેશે. જો અભિપ્રાય નકારાત્મક હોય તો તેની પાછળ કાયદાકીય કારણો આપવાના રહેશે. જો, જવાબદાર અધિકારી અસ્પષ્ટ અથવા ખોટા અભિપ્રાય આપશે તો આવા અધિકારી સામે પણ કડક પગલાં ભરાશે. છઝકઘઈ અરજી મંજૂર કે નામંજૂર બંને પરિસ્થિતિમાં અરજદારને પોર્ટલ મારફતે જાણ કરવામાં આવશે. મંજૂરી મળી જાય ત્યારબાદ અરજદાર આખી પ્રક્રિયાનો ડિજિટલ રેકોર્ડ જોઈ શકે તે માટે ઉપલબ્ધ રહેશે. આ રીતે રાજ્ય સરકારે છઝકઘઈ મેળવવાને સંબંધિત કામગીરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી ખેતીકર્તાઓ અને જમીનધારકો માટે સમયબચત, વિશ્વસનીયતા અને સરળતા સુનિશ્ચિત કરી છે.
અધિકારીની જવાબદારી અને સમય મર્યાદા
- મહાનગરોમાં કલેકટરો પોતાના તાબાના નાયબ કલેકટર પૈકીના એક અધિકારીને કામગીરી સોંપવાની રહેશે.
- જિલ્લામાં મુખ્ય કાર્યમથકના મામલતદારને કામગીરી સોંપવાની રહેશે.
- પૂર્વ ચકાસણી અધિકારીએ અરજી પરત્વે સ્વીકાર, અસ્વીકાર, પૂર્તતા અંગેનો નિર્ણય દિન-5 માં લેવાનો રહેશે.
- અરજી સ્વીકાર થયેથી પૂર્વ ચકાસણી અધિકારીએ જરૂૂર જણાતા અભિપ્રાયો અર્થે અરજી સક્ષમ સત્તાધિકારીઓને મોકલવાની રહેશે.
- ચીટનીશના લોગીનમાં પણ મોકલવાની રહેશે. જેનો દિન-7 માં સ્પષ્ટ અભિપ્રાય સંબંધીત અધિકારીઓએ આપવો પડશે.
- ચીટનીશ દ્વારા દિન-6માં સ્પષ્ટ અભિપ્રાય સાથે નિવાસી અધિક કલેકટરના લોગીનમાં મોકલવાની રહેશે.
- નિવાસી અધિક કલેક્ટર, પોતાના સ્પષ્ટ અભિપ્રાયસહ દિન-6માં કલેક્ટરે મોકલશે.
- જિલ્લા કલેકટરે, દિન-6 માં અરજી પરત્વે આખરી નિર્ણય કરવાનો રહેશે.