For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલેકટર કચેરીમાં હવે બુધવાર અને ગુરૂવારે યોજાશે રેવન્યુની બેઠક

05:47 PM Jul 02, 2025 IST | Bhumika
કલેકટર કચેરીમાં હવે બુધવાર અને ગુરૂવારે યોજાશે રેવન્યુની બેઠક

રાજકોટ જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળતાની સાથે જ ડો.ઓમપ્રકાશ એકશનમાં આવી ગયા છે અને મહત્વપુર્ણ બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવે સપ્તાહમાં બે દિવસ રેવન્યુની બેઠક કરવા નિર્ણય લેવાયો છે અને તા.8મીએ લેન્ડ ગ્રેબીંગની બેઠક બોલાવવામાં આવી છે.

Advertisement

રાજકોટના નવા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ડો. ઓમ પ્રકાશે એક્શનમાં આવી ગયા છે. તેમણે રેવન્યુ કેસોની સુનાવણી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે રેવન્યુ કેસોની સુનાવણી અઠવાડિયામાં એક દિવસના બદલે બે દિવસ, એટલે કે બુધવાર અને ગુરુવારના રોજ, હાથ ધરવામાં આવશે. મહત્વનું એ છે કે આવતીકાલે પ્રથમ રેવન્યુ કોર્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 35 જેટલા કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે હાલમાં કલેક્ટર કચેરીમાં મહત્વનું હોય છે કે 300 જેટલા કેસ ઠરા ઉપર લેવામાં આવ્યા છે જે સહિતના 600 જેટલા રેવન્યુના વિવિધ કેસો પેન્ડિંગ પડ્યા છે. આ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂૂપે, તમામ સંબંધિત આસામીઓને નોટિસ આપવાનું પણ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત મહત્વપુર્ણ બેઠક આગામી આઠમી જુલાઈ, મંગળવાર ના રોજ યોજાશે. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગના 65 જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં 20 જેટલા અરજદાર અને રૂૂબરૂૂ બોલાવામાં આવ્યા છે અને રૂૂબરૂૂ સાંભળવામાં આવશે.

મહત્વનું છે કે, કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ લેન્ડ ગ્રેબિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement