For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામા

05:12 PM Sep 18, 2025 IST | Bhumika
કલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામા

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (છઈંઈ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના અધિકારીઓ દ્વારા ચાલી રહેલી આ તપાસમાં કચેરીના વિવિધ વિભાગોની કામગીરીની ચકાસણી કરવામાં આવી રહી છે.

Advertisement

આરઆઈસીની ટીમ દ્વારા ખાસ કરીને મહેસૂલ-અપીલના ચુકાદા, બિનશરતી ભંગના કેસો, એસ્ટા, હિસાબી શાખા, હાજરી પત્રક અને અન્ય ઓડિટ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન વિવિધ પ્રકારની ફાઈલો અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ એક નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. આ તપાસમાં મુખ્યત્વે બિનખેતીની જમીન સંબંધિત પ્રક્રિયાઓ અને તેમાં થયેલા લાભો અંગે વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement