રાજકોટના રશ્મિ રાવળ સહિત રાજ્યના બાર અધિકારીની બદલી-બઢતી કરતું મહેસુલ ખાતુ
મામલતદાર વર્ગના બે અધિકારીને હંગામી પ્રમોશન, ત્રણને મૂળ જગ્યાએ યથાવત રાખ્યા
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા. 29 ઓક્ટોબર, 2025 ના રોજ અધિસૂચના (ક્રમાંક: નમક/102025/1/ડી.1) જારી કરીને ગુજરાત વહીવટી સેવા ના અધિકારીઓના બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ હુકમ મુજબ, જુનિયર સ્કેલના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, અને મામલતદાર સંવર્ગના બે અધિકારીઓને હંગામી બઢતી આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા 25/07/2025ની અધિસૂચનાના ત્રણ હુકમો મૂળ અસરથી રદ્દ કરીને અધિકારીઓને તેમની હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આર.એસ. હુણ: નાયબ કલેક્ટર- ડીઝાસ્ટર મેનેજમેન્ટ -રાહત નિયામકની કચેરી, ગાંધીનગર.બદલીનો હુકમ રદ્દ,પરેશકુમાર ટી. પ્રજાપતિ: નાયબ કલેક્ટર-ગઅ, અમદાવાદ. બદલીનો હુકમ રદ્દ, યથાવત, એન.બી. રાજપુત: નાયબ કલેક્ટર-2, કલેક્ટર કચેરી, પોરબંદર. બદલીનો હુકમ રદ્દ, યથાવત રાખવામાં આવ્યા છે.
જયારે વર્ગ 1 સંવર્ગમાં ફરજ બજાવતા 12 અધિકારીઓની બદલી-નિમણૂક કરવામાં આવી છે.આર.એસ. હુણ ,નાયબ કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરથી SLAO-ONGC,, જિ. અમદાવાદ,સુશીલ પરમારને પ્રાંત અધિકારી, મોરબી થી નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડ્યુટી, જિ. જૂનાગઢ,પ્રવિણસિંહ ડી. જૈતવત,પ્રી-સ્કૃટિની ઓફિસર, IORA, ગાંધીનગરથી પ્રાંત અધિકારી, મોરબ, કુ. રિદ્ધિ એમ. શુક્લા નાયબ કલેક્ટર-પ્રી-સ્કૃટિની ઓફિસર, અમદાવાદથી જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર, વિજયકુમાર કે. પટેલ નાયબ કલેક્ટર-પ્રોટોકોલ, અમદાવાદથી CEO, GUJSAIL, જિ. અમદાવાદ (વધારાનો હવાલો: નાયબ કલેક્ટર-પ્રોટોકોલ), કિશન બી. ગારસર જિલ્લા પુરવઠા અધિકારી, જિ. જૂનાગઢ, રશ્મિ જે. રાવળ SLAO, રાજકોટથી નાયબ ચૂંટણી અધિકારી, જિ. મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.
