રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધમાલિયા સાધુએ વાગુદળમાં એક એકર સરકારી જમીન દબાવી હોવાનો ઘટસ્ફોટ

05:30 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કલેકટરે નોટિસ પાઠવી, અઠવાડિયામાં દબાણ ન હટાવે તો ડિમોલિશન

રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે બે દિવસ પહેલા રાત્રે રોંગસાઈડમાં વાહન ઘુસાડી હથિયારો સાથે ધમાલ મચાવી ઉચ્ચ અધિકારીની કારમાં તોડફોડ કરનાર વાગુદડ ગામના મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જીગ્નેશ ધામેલીયા સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કર્યા બાદ આ કહેવાતા મહંતે વાગુદડ ગામની સરકારી જમીનમાં દબાણ કર્યાની ફરિયાદો ઉઠતાં જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન મહંતે વાગુદડ ગામની એક એકર સરકારી જમીનમાં બદાણ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

આ દબાણ અંગે મામલતદાર દ્વારા અપાયેલ રિપોર્ટના પગલે જિલ્લા કલેકટરે મહંતને નોટિસ ફટકારી એક અઠવાડિયામાં દબાણ ખાલી કરવા તાકીદ કરી છે અને જાતે દબાણ ન હટાવે તો આગામી દિવસોમાં તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવનાર છે.

મહિલા કોલેજ ચોકમાં હથિયારો સાથે આતંક મચાવનાર મહંતે પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી હતી અને ત્યારબાદ વાગુદડ ખાતે આવેલા મહંતના શ્રીનાથજીની મઢુલી નામના આશ્રમમાં પોલીસે દરોડો પાડી ગાંજાના મનાતા છોડવા પણ કબજે કર્યા હતાં. આ આશ્રમ સરકારી જમીનમાં ખડકાયેલું હોવાની ફરિયાદો મળતાં જિલ્લા કલેકટર દ્વારા આ અંગે લોધિકા મામલતદારને તપાસ કરી સાંજ સુધીમાં રિપોર્ટ આપવા ગઈકાલે સુચના આપી હતી. જેના પગલે મામલતદારે ગઈકાલે સાંજે રિપોર્ટ રજુ કરી દેતાં મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જીગ્નેશ ધામેલીયાએ વાગુદડ ગામની એક એકર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી આશ્રમ ખળકી દીધાનું બહાર આવ્યું હતું.

મામલતદારના રિપોર્ટના પગલે જિલ્લા કલેકટરે આજે મહંત યોગી ધર્મનાથને કલમ 202 મુજબ નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં દબાણ હટાવી લેવા તાકીદ કરી છે. જો મહંત પોતે આ ગેરકાયદેસર દબાણ નહીં હટાવે તો આગામી દિવસોમાં રેવન્યુ તંત્ર દ્વારા ડિમોલીશન કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવનાર છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement