ખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોત
ખંભાળિયાના નાગર પાડો, શેરી નં. 3 ખાતે રહેતા અને અહીંના પોલીસ મથકના નિવૃત્ત રાઈટર હેડ બાબુભાઈ દેશળભાઈ ફફલ નામના 68 વર્ષના વૃદ્ધને રાત્રિના સમયે પોતાના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર હાર્દિકભાઈ ફફલએ અહીંની પોલીસને કરી છે.
ટ્રેક્ટર
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની સંજય કેકડિયા ડાવર નામના યુવાને જી.જે. 37 એબી 8880 નંબરનું ટ્રેક્ટર બેફિકરાઈપૂર્વક ચલાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે ટ્રેક્ટરના ચાલક સંજય ડાવરે ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમને વ્યાપક ઈજાઓ થવા પામી હતી. આ અંગે કલ્યાણપુર પોલીસે દશરથ ઉર્ફે ગડુ રૂૂસ્તાભાઈ ચંગળ (ઉ.વ. 28) ની ફરિયાદ પરથી ટ્રેક્ટર ચાલક સંજય કેકડિયા ડાવર સામે ગુનો નોંધ્યો છે.
માછીમારો
ઓખા નજીક આવેલી કનકાઈ જેટી પાસેથી પોલીસે ટોકન મેળવ્યા વગર ફિશિંગ કરવા ગયેલા હમીદ ઈસા સંઘાર અને કાસમ સતાર ગામેતી નામના બે માછીમારોને ઝડપી લઇ, બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.