For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NPS હેઠળ આવતા નિવૃત્ત કર્મચારીઓને UPS અંતર્ગત વધારાના પેન્શનનો લાભ મળશે

04:04 PM May 31, 2025 IST | Bhumika
nps હેઠળ આવતા નિવૃત્ત કર્મચારીઓને ups અંતર્ગત વધારાના પેન્શનનો લાભ મળશે

Advertisement

કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવતા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે જે કેન્દ્ર સરકારી કર્મચારીઓ 31 માર્ચ, 2025 ના રોજ અથવા તે પહેલાં NPS હેઠળ નિવૃત્ત થયા છે અને જેમણે ઓછામાં ઓછા 10 વર્ષનો યોગ્ય સેવા કાર્ય પૂર્ણ કર્યો છે તેઓ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ વધારાના પેન્શન લાભોનો દાવો કરી શકે છે.

આ લાભો પહેલાથી જ પ્રાપ્ત થયેલા NPS લાભો ઉપરાંત હશે. ઉપરાંત, જો કર્મચારીનું મૃત્યુ થયું હોય તો તે નિવૃત્ત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણીત જીવનસાથીઓ પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
આ નવી સુવિધા હેઠળ, લાભાર્થીઓને એક સાથે ચુકવણી મળશે, જેની ગણતરી છેલ્લા મૂળ પગારના દસમા ભાગ અને તેના પર ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા (DA)ના આધારે કરવામાં આવશે, જે દરેક છ મહિનાની યોગ્ય સેવા માટે ચૂકવવાપાત્ર હશે. આ ઉપરાંત, માસિક પેન્શનમાં ટોપ-અપ રકમ પણ ઉમેરવામાં આવશે.

Advertisement

આ ટોપ-અપ UPS હેઠળ સ્વીકાર્ય માસિક પેન્શન અને ચૂકવવાપાત્ર મોંઘવારી રાહત ઉમેરીને અને NPS હેઠળ વાર્ષિક પેન્શનની રકમ બાદ કરીને નક્કી કરવામાં આવશે.જેની ગણતરી PPF દરના આધારે કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવા માટે ઈચ્છુક લાભાર્થી ઉપર આવેલી વેબસાઇટ પર જઈને UPS પોર્ટલ પર લોગઇન કરી અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 નક્કી કરવામાં આવી છે, તેથી બધા પાત્ર વ્યક્તિઓએ સમય રહેતા પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

કઈ રીતે મળશે
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા બે રીતે કરી શકાય છે - ઓનલાઈન અને ઓફલાઈન. ઓફલાઈનમાં અરજી કરનારા લાભાર્થીઓએ તેમના નજીકના ડ્રોઈંગ અને ડિબર્સિંગ ઓફિસર (ઉઉઘ)નો સંપર્ક કરીને સંબંધિત ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ ઇ2 સબ્સ્ક્રાઇબર માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જ્યારે ફોર્મ ઇ4 અથવા ઇ6 તેના કાનૂની જીવનસાથી માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ ફોર્મwww.npscra.nsdl.co.in/ups.php પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement