For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત

12:13 PM Jun 05, 2025 IST | Bhumika
મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત

અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો

Advertisement

બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની એકટીવાને બોલેરોએ ઘર પાસે જ અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ કરુણ બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકે રાજેશભાઇ હરજીભાઇ ડુંગરિયાએ ગઇકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા હરજીભાઇ પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ 2023માં નિવૃત્ત થયા હતા.

ગત તા. 2/6ના સાંજે રાબેતા મુજબ તેમના પિતા હરજીભાઇ તેની એકટીવા નં. જી.જે. 13 એએસ-7772 વાળીને મંગરા ગામે દૂધ લેવા ગયા હતા અને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ગુંદાલા-સાડાઉ માર્ગ ઓળંગી ઘર તરફ વાળી નીચે ઉતરતા સાઇડ સિગ્નલનો અવાજ પણ આવ્યો બાદ અચાનક ગાડી અથડાયાનો ધડાકાનો અવાજ સાંભળતા જ ફરિયાદી રોડ તરફ દોડીને જોતા તેના પિતા હરજીભાઇ લોહી લુહાણ હાલતમાં હતા.

Advertisement

ફરિયાદીના પિતા હરજીભાઇની એકટીવાને અડફેટે લેનાર બોલેરો નં. જી.જે. 12 બીઝેડ-2504 વાળીનો ચાલક અબ્બાસ (રહે. મુંદરા) ત્યાં ઊભો હતો અને તેની ગાડીમાં જ ઘાયલ હરજીભાઇને પ્રથમ મુંદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્યુ થયું હતું. મુંદરા મરીન પોલીસે માર્ગ અકસ્માતમાં મોત નિપજાવ્યા સબબ બોલેરોના ચાલક અબ્બાસ (રહે. મુંદરા) વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement