અંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
શહેરના નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ 102 ખાતે રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.71)એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સ્યુસાઇડ નોટ લખીને તેમણે આ પગલુ ભર્યુ હતું.
વધુ વિગતો મુજબ,એલીના એન્કલેવ ખાતે રહેતાં કિશોરભાઇ સવાનીએ રવિવારે સાંજે ઘરે હતાં ત્યારે ઝેરી દવા પી લેતાં બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ જાણ કરતાં 108 પહોંચી હતી. તેના ઇએમટી તબિબ મહેન્દ્રભાઇ ગોસ્વામીએ કિશોરભાઇને મૃત જાહેર કરતાં પોલીસ ક્ધટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ બી. એસ. પરમારે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ભોજભાઇ મોભ અને રાઇટર અલ્પેશભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારા કિશોરભાઇ સવાની નિવૃત એએસઆઇ હતાં. તેઓ અગાઉ પોરબંદર ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવી ચુક્યા હતાં.હાલમાં તેઓ નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરા છે. જેમાં બે દિકરા અલગ રહે છે અને સાથે રહેતો નાનો દિકરો સુરત કામ સબબ ગયો હતો.ગઇકાલે તેમણે પત્નિને દૂધ લેવા મોકલ્યા બાદ પાછળથી ઝેરી દવા પી લીધી હતી. તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં માનસિક ટેન્શનને કારણે કંટાળીને જિંદગીથી કંટાળી જતાં આ પગલુ ભર્યાનું લખ્યું છે.