For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના

12:45 PM Nov 13, 2024 IST | Bhumika
શુક્રવારથી ગરમીમાં રાહત  19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના
Advertisement

દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાતે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે, જયારે દિવસે તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે.

ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદન ઘટી શકે છે. હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરવામાં આવે છે તો પાકને તેની અસર થવાની શકયતા છે.

Advertisement

અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે. જો કે અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. સાથે જ અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું જે ગ્લોબલ વોર્મિંગને કારણે 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે. ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠાં થવા અંગે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તુટશે. સાથે જ તેમણે જણાવ્યું કે માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement