જાંબાઝ IPS અધિકારી અભયસિંહ ચુડાસમાનું રાજીનામું
ગુજરાતના એક સમયના જાંબાઝ ગણાતા આઇ.પી.એસ. અધિકારી અભયસિંહ ચુડાસમાએ નિવૃતિના 9 માસ પહેલા જ રાજીનામુ ધરી દેતા આઇપીએસ લોબીમા ભારે ચર્ચા જાગી છે. આઇપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાએ કયા કારણોથી રાજીનામુ આપ્યુ તે જાહેર થયુ નથી પરંતુ તેઓ રાજકીય ચાલબાજીનો ભોગ બન્યા હોવાથી 26 વર્ષ જુની નોકરી છોડી રહયા હોવાની ચર્ચા છે. જો કે, રાજય સરકારે હજુ સુધી તેનુ રાજીનામુ સ્વીકાર્યુ નથી.
હાલ કરાઇ પોલીસ એકેડેમીના વડા તરીકે એપ્રિલ-2024 થી ફરજ બજાવતા અભયસિંહ ચુડાસમા 1998 બેંચના આઇપીએસ અધિકારી છે અને આગામી ઓકટોબર - 2025 મા નિવૃત થનાર હતા પરંતુ તે પૂર્વે ગઇકાલે જ તેમણે રાજીનામુ આપી દેતા ભારે ચર્ચા જાગી છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે... અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે... ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. કોડીનાર ખાતેના એક કાર્યક્રમમા તેમણે રાજકારણમા નહીં જોડાવાની જાહેરાત કરી હતી તેથી હવે સમાજ સેવામા જોડાય તે નિશ્ર્ચિત મનાય છે.
જ્યારે ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો, તેને આતંકીઓ દ્વારા બાનમાં લેવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટના સમયે તેમની બહાદુરી જોવા મળી હતી. આ આતંકી હુમલાને હેન્ડલ કરવા માટે અભયસિંહને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે પોતાના સાથી કોન્સ્ટેબલો સાથે મળીને ઓપરેશન સફળતાપૂર્વક ચલાવ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું હતું. જેને લોકો આજે પણ યાદ કરે છે અને ગુજરાત પોલીસના વખાણ પણ કરે છે.
2000નું વર્ષ એવું હતું જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો વટ હતો. એ સમયના અધિકારીઓનો આજે પણ ગુજરાત પોલીસમાં દબદબો છે. મોટા સિનિયર અધિકારીઓ પણ અભય ચુડાસમાના દરબારમાં સલામ કરવા આવતા. એ સમયે અભય ચુડાસમા ઉગતા સૂરજની જેમ પૂજાતા. અભય ચુડાસમા સરકારના સંકટ મોચક ગણાતા હોવાથી એમના એ સમયે અમિત શાહ સાથે પણ ઘર જેવા સંબંધો છે. એવું કહેવાય છે કે, ચુડાસમા ટેકનોસેવી છે. મોબાઈલ-કમ્પ્યૂટર વિષે ઘણી બધી માહિતીથી સતત અપડેટ રહે છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઈએ ગઈ 28મી એપ્રિલે અભય ચુડાસમાની ધરપકડ કરી ત્યારે તેમની ઓફિસમાંથી લેપટોપ, સીમકાર્ડ, મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાં. આ લેપટોપ સીબીઆઈએ તપાસ કરતાં તેમાંથી એક ખાસ પ્રકારનું સોફ્ટવેર મળી આવ્યું હોવાના એ સમયે આક્ષેપો કરાયા હતા.
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ પએન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટથ તરીકે પહિરોથ ગણાવા લાગ્યા હતા. સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને ફેશન એસેસરિઝના શોખીન અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી ૠઙજઈની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે ઉુજા તરીકે પોસ્ટિંગ મેળવ્યું. ક્રાઈમ બ્રાન્ચના સર્વેસર્વા બનતાં પહેલાં પણ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા હતા અને પોતાના પૂરોગામી વણઝારાની કાર્યપદ્ધતિ બહુ નજીકથી જોઈ હતી. 8 એન્કાઉન્ટરનો સ્કોર ધરાવનારા ચુડાસમા પર ફેક એન્કાઉન્ટર ઉપરાંત ખંડણી, પ્રોટેક્શન મની ઉઘરાવવાના ગંભીર આરોપો પણ થયા હતા. જોકે, એમાંથી એ બહાર આવી ગયા હતા.
અભય ચુડાસમા ક્વિક એક્શનમાં માનનારા અધિકારી છે. જેમના નામે કેસના ડિટેક્શનનું લાંબુ લિસ્ટ છે. કહેવાય છે કે ચુડાસમાના હાથમાં જે પણ કેસ આવતો તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનીકલ માસ્ટર અને પોલીસની રગેરગથી વાકેફ આ અધિકારીએ ક્યારેય પાછી પાની કરી નથી. એટલે જ સરકારની ગુડબુકમાં રહ્યાં છે.
અમદાવાદમાં સિરીયલ બ્લાસ્ટ બાદ સરકાર પર જબરદસ્ત પ્રેશર હતું. સરકારે પોલીસ અધિકારીઓને કોઈ પણ સંજોગોમાં આ કેસ ઉકેલવા અને એ માટે જે કંઈ પણ કરવું પડે એ તમામ છૂટછાટો આપી હતી. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસમાં આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ કાબિલેદાદ કામગીરી કરી હતી. માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા. ગુજરાતના ગાંધીનગરનો શિવાંશ કેસ પણ એમની ઉપલબ્ધીમાં સામેલ છે. જેમાં મયુર ચાવડા અને એમની ટીમે આ કેસમાં જબરદસ્ત સફળતા મેળવી હતી. ગાંધીનગર રેન્જ આઈજી તરીકે પણ એમની કામગીરી સરસ રહી છે.