પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ
વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની ગટર પસાર થાય છે અને આ ગટર ની ચેમ્બર આ વિસ્તારમાં આવેલ છે આ ગટર ની ચેમ્બર વારંવાર છલકાવાને કારણે ગટર નુ દુર્ગંધયુક્ત પણ સોસાયટી વિસ્તારમાં ફરી વળે છે જેથી આજુબાજુ ના લોકો ને રહેવુ મુશ્કેલ બનેલ છે આ બાબતે કાસીમ અલી ગોહિલ અને આ વિસતાર ના લોકો દ્વારા નગરપાલિકા અને ડે કલેકટર ને રજૂઆત કરવામાં આવેલ છતા કોઈ જાતનું પરીણામ આવેલ નથી અને આ લોકો ખુબજ પરેશાન થાય છે રસ્તા ઉપર અને ધરો ની આજુબાજુ દુર્ગંધયુક્ત પાણી ફરી વળવાથી મચ્છરો નો ઉપદ્રવ વધી રહેલ છે જેથી બિમારી નુ પ્રમાણ પણ વધુ છે તેમજ રોડ ઉપર આ ગંદું પાણી આવતું હોવાથી બાળકો પણ આ પાણી માંથી પસાર થાય છે આ વિસ્તારમાં 50 થી વધુ ધરો આવેલ છે અને આ યાતના નો તમામ લોકો ભોગ બની રહ્યા છે તો નગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલ દ્વારા આ પ્રશ્ન નો ઉકેલ આવે તેવી માગણી કરવામાં આવેલ છે.
ગટર નુ દુર્ગંધયુક્ત પાણી નીકળવાને કારણે રસ્તા પણ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે અને રસ્તા ના ખાડા ઓમા આ ગટર નુ દુર્ગંધયુક્ત પાણી ભરાય જાય છે જેથી વાહન ચાલકો ને પઢ અગવડતા પડે છે.