For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાવેરીના પ્રવાહમાં ફસાયેલા 1200 લોકોનું રેસ્કયૂ

04:11 PM Aug 05, 2024 IST | admin
કાવેરીના પ્રવાહમાં ફસાયેલા 1200 લોકોનું રેસ્કયૂ

વલસાડ-નવસારીમાં લોકોનું સ્થળાંતર, બન્ને જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

Advertisement

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘુસવા લાગ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરીત કરાયા છે. તરીયાવાડ, બરૂૂડિયા વાડ, પારડી,કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે ગણદેવી તાલુકામાં 18 વિસ્તારમાંથી 966 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે અને 1000થી વધુ લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. નદીના પાણી મોડી રાત્રે શહેરી વિસ્તારમાં ઘૂસવાની શરૂૂઆત થઈ હતી.આ સિવાય કાવેરી નદીનું જળસ્તર વધતા નવસારીના કેટલાક વિસ્તારોમાં પાણી ઘુસી જતાં નવસારી જિલ્લાની શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને 50 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદીમાં ધોડાપુર ઉમટયા છે જેના પગલે કાવેરી નદીના વહેણમાં ફરવા આવેલા 1200 જેટલા સહેલાણીઓ ફસાઈ જતાં પોલીસે સમયસર દોડી જઈ તમામનું રેસ્કયુ કર્યુ હતું. ગઈકાલે રવિવારના કારણે કાવેરીના કાંઠે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા ઉમટયા હતાં. પરંતુ નદીનું જળસ્તર અચાનક જ વધી જતાં 1200 જેટલા લોકો ફસાયા હતાં.

વલસાડના છીપવાડ, દાણા બજાર,કશ્મીર નગર, વલસાડ પારડી જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં પરિવર્તન થવા પામ્યા હતા. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે તો નીચાણ વાળા કેટલાક વિસ્તારો વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવાયા અને લોકોને સાવચેત રહેવા સૂચના કરવામાં આવી હતી. નવસારીમાં કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહેતી થઈ છે. ચીખલી નજીક કાવેરી નદી 22 ફૂટ ઉપર વહેતી થઈ છે. કાવેરી નદીએ તેની ભયજનક 19 ફૂટની સપાટી વટાવી દીધી છે અને હાલમાં તેનાથી ઉપર વહી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement