વાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆત
ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રીક કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડુતોના મગફળી, કપાસ, કઠોળ વર્ગના પાકો અને પશુઓના ધાસચારા સહીતના ખરીફ પાકોને ખુબ જ મોટુ નુકશાન થયુ છે. ખેડુતોના મોઢામાં આવેલો કોળીયો જાણે છીનવાઈ ગયો છે. એક બાજુ કુદરત રૂૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડુતોના પાયમાલ કરવાનુ જાણે મન બનાવી લીધું હો તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડુતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લ્યે છે. જયારે વાસ્તવમાં ખેડુતોને ચુકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35 ટકા રકમ પણ ખેડુતોને ચુકવવામાં આવતી નથી.
ગયા વર્ષ 2024 ના જુલાઈ અને ઓગસ્ટ મહીનામાં અતિવૃષ્ટિ ઓકટોબર 2024 નો કમોસમી વરસાદનો માર ચાલુ વર્ષ સપ્ટેમ્બર મહીનામાં આવેલ અતિવૃષ્ટિ ને અત્યારે કમોસમી વરસાદે ખેડુતોની કમર તોડી નાખી છે. ખેડુતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સીઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂૂપીયા ખેડુતો પાસે નથી. ત્યારે રાજય સરકારે જેમ યુપીએ સરકારે ખેડુતોના 78000 કરોડના દેવા માફ કાર્યાહતા તેવી જ રીતે ગુજરાતના ખેડુતોના દેવા સંપુર્ણપણે માફ કરવામાં આવે, 2020 થી ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે અને આખા ભારતમાં આ યોજના ચાલુ છે. તો ગુજરાતમાં સરકારી પાકવીમા કંપનીઓ આધારીત પાકવીમા યોજના તાત્કાલીક ચાલુ કરવામાં આવે અને તાત્કાલીક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે, ખેડુતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજ યુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે, ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણીક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડુતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની માંગ છે.
