For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ નાગરિક સહકારી બેંકના લીગલ ડિપાર્ટમેન્ટના મેનેજર વિરૂધ્ધ રજૂઆત

11:38 AM Aug 17, 2024 IST | Bhumika
ગોંડલ નાગરિક સહકારી બેંકના લીગલ ડિપાર્ટમેન્ટના મેનેજર વિરૂધ્ધ રજૂઆત
Advertisement

ગોંડલ શહેર ખાતે આવેલ ગોંડલ નાગરિક સહકારી બેંક કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતી જ હોય છે. જે મુજબ ગોંડલ નાગરિક સહકારી બેંકના લીગલ મેનેજર સામે ગોંડલ નાગરિક બેંકના એક સભાસદે તેઓ પોતાના પદ પર અયોગ્ય છે. તેવું કહી તેમને ફરજ પરથી ઉતારીને તેમની જગ્યાએ યોગ્ય લાયકાત ધરાવતા વ્યકિતની નિમણુંક કરવા સ્ટેટ રજીસ્ટ્રાર- ગાંધીનગર તેમજ જનરલ મેનેજર અમદાવાદ, સુપરવિઝન ડિપાર્ટમેન્ટ એફ.કો.ઓ. બેંકને અને રાજકોટ જિલ્લા રજીસ્ટ્રારને લેખીત અરજી કરી છે.

ઉપરોકત બાબત મુદે જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ નાગરિક સહકારી બેંકના સભાસદ ભવ્યેશ વિનોદરાય ઢોલે એક અરજી કરી છે કે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં લિગલ મેનેજર (લીગલ એડવોકેટ) તરીકે ફરજ બજાવતા જીવનભાઇ ભીમજીભઇ કાલરીયાને પોતાની ફરજ ઉપરથી હાંકી કાઢી તેમની જગ્યાએ નવા નિયુક્તિ કરવામાં આવે.

Advertisement

આ અરજીમાં સભાસદ ભાવ્યેશભાઇ ઢોલે જણાવ્યુ છે કે જીવનભાઇ કાલરીયાને હાર્ટની બિમારી હોય તેની દવા ચાલુ છે તે ઉપરાંત તેઓ વયોવૃધ્ધ હોય અને તેમને બહુ યાદ રહેતું ન હોય તેથી જો તેઓ આ ફરજ પર ચાલુ રહે તો ગોંડલ નાગરિક બેંકને ખુબજ ગંભીર નુકશાન નજીકના ભવિષ્યમાં ઉઠાવવું પડે. તથા જીવનભાઇ કાલરીયા લીગલ મેનેજર જેવા જવાબદારીવાળી હોદા ઉપર ફરજ બજાવતા હોય તેથી તેમને હાર્ટની બિમારીના લીધે અને યાદ શક્તિ નબળી હોવાના લીધે બેંકમાં અગત્યના નિર્ણયોમાં તેમના લીધે નુકશાન થવાની ભીતિ રહેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement