રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

10 લાખથી વધુના વ્યવહારોની ચૂંટણીપંચને જાણ કરવી, અઠવાડિયે બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે

03:58 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ચુંટણી પંચમાં અંકુશ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજકીયપક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર અંકુશ રહે તે માટે અને મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો રોકડ રકમની હેરફેર ન કરે તે માટે એક પછી એક અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા શહેર જિલ્લાની તમામ બેંકોને 10 લાખથી વધુના વ્યવહારોની તાકીદે ચૂંટણી પંચની જાણ કરવા સુચના આપવામાં આવી છે.

Advertisement

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે નાણાની કોથળીઓ અને દારૂની બોટલોનો બેફામ ઉપયોગ કરતા હોય જેની સામે ચૂંટણી પંચ કડક બન્યું છે અને લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરોને ચૂંટણી અધિકારીઓને આચારસંહિતાનો કડક અમલ કરવા ખાસ તાકીદ કરી છે.

લોકસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં મોટાપાયે રોકડ રકમનો વ્યવહાર ન થાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને મુખ્ય ચુંટણી અધિકારી એન.કે. મુછાર દ્વારા રાજકોટ શહેર જિલ્લાની તમામ બેંકોના અધિકારીઓને 10 લાખથી વધુનું ટ્રાન્જેક્શન થાય તો તાત્કાલીક ચુંટણી પંચને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત દર અઠવાડિયે બેંક ટ્રાન્જેક્શનનું સ્ટેટમેન્ટ ચુંટણી પંચને આપવાનું રહેશે.
રાજકીય પક્ષો દ્વારા ચુંટણી ખર્ચ પર અંકુશ રહે તે માટે જિલ્લા કલેક્ટરે આગામી શુક્રવારે તા. 22ના રોજ બપોરે શહેર જિલ્લાની તમામ નેશનલાઈઝ બેંક, સહકારી બેંક, સરકારી બેંકના વવડાઓ અને અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. જેમાં ચુંટણી ખર્ચ પર અંકુશ રાખવા માટે બેંકોમાં થતા ટ્રાન્જેક્શનો ઉપર ખાસ નજર રાખવા તાકીદ કરાવમાં આવશે. આ ઉપરાંત આજે બપોર બાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારોની બેઠક બોલાવવામાં આવી છે જેમાં મતદાન મથક અને મતદાર યાદી માટે તાલીમ અપાશે.

Tags :
Election Commissiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement