સફાઈ કામદારોની ભરતીનો ગેરબંધારણીય ઠરાવ રદ કરો: કોંગ્રેસ
મનપા દ્વારા સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરી ગેરબંધારણીય ઠરાવ મંજુર કરી ભરતી ચાલુ કરતા વાલ્મીકી સમાજ અને યુનિયનોની સાથો સાથ શહેર કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરી ઠરાવ રદ કરવા સહિતના પ્રશ્ર્ને આજરોજ કચેરી ખાતે ધસી જઈ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.
ભારત દેશના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે જેમાં ગરીબ વંચિત સમાજ માટે સામાજિક ન્યાયની તરફેણ કરેલ છે તેના અનુસંધાને અમો આપને જણાવીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાનું સેટઅપ જે 4,900 સફાઈ કામદારોનું છે તે આપ જાણો છો આ સેટઅપ 25 વર્ષ પહેલાંનું છે એટલે કે તે સમયે કોઠારીયા વાવડી મોવડી મુંઝકા નાના મૌવા મોટા મૌવા રૈયા માધાપર વગેરે ગામો રાજકોટ કોર્પોરેશનમાં ભળેલા નહોતા ત્યારથી ચાલ્યુ આવે છે અને તેમાંથી પણ 2148 સફાઈ કામદારો કે જે નોકરી કરે છે અને 2220 જેટલા સફાઈ કામદારો કોન્ટ્રાક્ટર મારફત કામ કરે છે જેનો કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યો છે અને બાકી રહેતી 532 જગ્યાઓ માટેનું આપે જાહેરાત આપી છે તેમાં પણ ખોટા અને ગેર બંધારણીય અને અમાનવીય કૃત્ય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 07/03/2024 ના રોજ કરવામાં આવેલ છે આપે જણાવેલ છે કે જેના માતા-પિતા દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરેલ હશે તેને જ નોકરી મળશે અને તેને પણ પાર્ટ ટાઇમ નોકરી આપવામાં આવશે એટલે કે મિનિમમ વેતનનું અડધું વેતન 7,300 આપ 1 મહિનાના ચૂકવશો તેમાં પણ તેમનું શોષણ છે આ નિયમ અનુસૂચિત જાતિના લોકોનું શોષણ કરતો ઠરાવ છે તે નિયમ વિરુદ્ધ અને ગેર બંધારણીય ઠરાવ છે આપ જુઓ 25 વર્ષથી 4,900 નો સેટઅપ ની પણ પૂરી ભરતી થતી નથી તો નવા ભળેલા વિસ્તારો જે નવા સેટઅપ મુજબ લગભગ 170 કિલોમીટર જેવો વિસ્તાર થાય છે તો નવા સેટઅપ ગોઠવો તો 10,000 થી 11000 હજાર સફાઈ કામદારોની જરૂૂરીયાત પડે તેમ છે જે આપ તો કરતા નથી પણ ઉપરથી અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય કરો છો બધા જ કર્મચારીઓને પગાર ચૂકવવામાં વાંધો નથી ફક્ત સફાઈ કામદારોનો જ પગાર ચૂકવવામાં વાંધો આવે છે.
આપ સાહેબ વહીવટી વિભાગના વડા છો ત્યારે અમારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગણી છે કે આપ નવા વિસ્તારો ભર્યા છે તે મુજબ નવું સેટઅપ ઊભું કરો અને હાલ જે ઘેર બંધારણીય ઠરાવ મુજબ ભરતી કરો છો તો વિધવા બેનો ત્યક્તા બેનો નો પણ આ ભરતીમાં સમાવેશ નહીં થાય સફાઈ કામદારો માથે વધારે કામનો બોજો આવશે જો આપ રાજકોટને સ્વચ્છ નિરોગી રાખવા માંગતા હો તો સફાઈ કર્મચારીને ભરતી પૂરી નવા સેટઅપ મુજબ કરો. અંતમાં અમારી આપ સાહેબ પાસે આગ્રહ ભરી રજૂઆત છે કે તારીખ 7 4 2024 નો ઠરાવ રદ કરી ફરીથી જાહેરાત આપવામાં આવે જેમાં ગરીબ વંચિત અને શોષિત તેમજ વિધવા અને ત્યક્તા બેનો અને બેરોજગારો બધાને રોજગારીની તક મળે તેવી આશા રાખી રહ્યા છીએ.
અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નવા વિસ્તારો ભરેલા છે તે મુજબ સેટઅપ બનાવો અને ભરતી કરો તો લગભગ 6,000 થી પણ વધારે લોકોને ભરતી કરવાની થાય છે તો રાજકોટના લોકોના હિતમાં હશે રાજકોટના લોકોના સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ હશે અને અનુસૂચિત જાતિના લોકોને રોજી રોટી પણ મળશે અને બેકારીમાં પણ થોડો ઘટાડો થશે અન્ય મહાનગરપાલિકાઓ ની જેમ રાજકોટમાં પણ નિયમો સરખા લાગુ થવા જોઈએ અને અન્ય મહાનગરપાલિકાઓની જેમ જ ભરતી કરો તેવી પણ અમારી લાગણી છે.
મનપામાં વિપક્ષને ઓફિસ ફાળવો
શહેર કોંગ્રેસ દ્વારા આજે સફાઈ કામદારોના પ્રશ્ર્ને રજૂઆત કરવાની સાથો સાથ વિપક્ષને મનપાની કચેરીમાં ઓફિસ ફાળવવામાં આવે તેમ કહી જણાવેલ કે, લોકોના રોજબરોજના નાના-મોટા ઘણા પ્રશ્નો હોય છે. આથી કોંગ્રેસની ઓફિસ હોય તો તેઓના પ્રશ્ર્નો ઉકેલવામાં મદદ કરી શકાય તેવો એક માત્ર ઉદ્દેશથી કાર્યાલય ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું.