રાજુલામાં ચાલતી આંગણવાડીના એક વર્ષના મકાનના ભાડા બાકી
ગુજરાત સરકાર દ્રારા વારંવાર કહેવામાં આવે છે મહિલા સન્માન ને મહિલા રોજગાર ની વાત કરે છે ત્યારે અમરેલી જિલ્લા ના રાજુલા માં જે હાલમાં આંગણવાડી માં નાના બાળકો ના પાયા નો વિકાસ થાય છે તે આંગણવાડી પ્રાઇવેટ ભાડા ના મકાન માં ચાલે છે તે મકાન ના ભાડા હજુ સુધી થયા નથી તેનો સમય ગાળો 12 માસ (જુલાઇ 2024 થી,મે 2025) જેટલો થવા આવ્યો છે. આ બાબતે કાર્યકર બહેનોએ દ્વારા વારંવાર લેખિત તેમજ મોખિક ICDS વિભાગમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા યોગ્ય જવાબ મળેલ નથી તેમના દ્રારા વારંવાર એવું કહેવામાં આવે છે, કે જિલ્લા માંથી ગ્રાન્ટ આવેલ નથી એટલે નથી ચુકવતા ત્યારે આ બાબતે આ બહેનો દ્વારા જિલ્લા ની ઓફિસ માં પૂછતા ત્યાંથી પણ એવોજ જવાબ મળેલ કે રાજ્યમાંથી ગ્રાન્ટ આવેલ નથી જ્યારે રાજ્યમાંથી ગ્રાન્ટ આવશે તો ચૂકવણી કરવામાં આવશે ત્યારે હાલની સ્થતિ એવી છે કે મકાન માલિક દ્વારા ભાડા માટે વારંવાર દબાણ કરેછે અને મકાન ખાલી કરવાનું કહે છે.
ક્યારે આંગણવાડીને બહેનોનો પગાર માત્ર 10,000/ અંકે દસ હજાર રૂૂપિયા હોય જે પગાર માં ઘર માંડ ચલાવતા હોય ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં આંગણવાડી ચલાવવી અઘરું છે,તો આ ભાડા ની રકમ વહેલી તકે મળે તેવી આ બહેનો દ્વારા કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા ભાડાની રકમ તો આપવામાં આવતી નથી પરંતુ બાળકોની નાસ્તો અને જમાડવા માટે જે ગેસના બાટલાના પૈસા આપવાના હોય છે તે પણ તંત્ર દ્વારા આપવામાં આવતા નથી ત્યારે આ બહેનો દ્વારા પોતાના પૈસા રોકી અને ગેસનો બાટલો ખરીદી કરવામાં આવે છે ત્યારે જો આ ભાડાની રકમ અને વિવિધ માગણીઓ સ્વીકારોમાં નહીં આવે તો બહેનોને ના છૂટે આ આંગણવાડી કેન્દ્રો બંધ કરવા પડશે કેમકે મકાન માલિકને ભાડવું ચૂકવવું ક્યાંથી ? ત્યારે આ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આ બહેનોને તાત્કાલિક વહેલી તકે યોગ્ય કરી આપવાની ખાતરી આપવામાં આવી છે.